Nagpur Crime News: મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસની સમયસર કાર્યવાહીથી એક મહિલાનો જીવ બચી ગયો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસની સમયસર કાર્યવાહીથી એક મહિલાનો જીવ બચી ગયો. સામાન્ય રીતે ગુનો બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ આ કેસમાં પોલીસે યોગ્ય સમયે દખલ કરીને સંભવિત હત્યાને અટકાવી દીધી. શહેરભરમાં હવે પોલીસની સતર્કતા અને બહાદુરીની ચર્ચા થઈ રહી છે.
આ ઘટના નાગપુરના બેલતરોડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આરોપી પતિ ઋષિકેશ વાનખેડેએ પત્ની અશ્લેષા વાનખેડે પર તેના ચરિત્ર પર શંકા રાખીને ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
માહિતી મુજબ, અશ્લેષા અને ઋષિકેશે ઇન્ટરકાસ્ટ લવ મેરેજ કર્યા હતા અને તેમને 6 વર્ષનો દીકરો પણ છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ઋષિકેશ પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો, જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. બુધવારે રાત્રે બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે આરોપીએ ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી પત્ની પર ચાકૂથી હુમલો કર્યો.
મહિલીની ચીસો સાંભળીને તેના પિતા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફિલ્મી અંદાજમાં દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો અને ગંભીર રીતે ઘાયલ મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ મહિલાના માથા અને ગળા પર ચાકૂથી અનેક ઘા કર્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તાત્કાલિક સર્જરી કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સતર્કતા દાખવનાર પોલીસકર્મીઓની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. નાગપુર પોલીસ કમિશનર રવિંદ્ર સિંગલએ પણ આ ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓને સન્માનિત કર્યા છે.
તાજેતરમાં, પુણેમાં ૨૪ વર્ષના એક યુવકે તેની પત્ની સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. પહેલાં તો તેણે પત્નીના પ્રાઇવેટ પાર્ટ પર ઍસિડ નાખી દીધો. પીડાથી ચિલ્લાઈ ઊઠેલી પત્નીને સારવાર આપવાને બદલે તેને ઘરમાં પૂરી રાખી. ૧૫ દિવસ સુધી ઘરમાં પૂરીને અત્યાચાર કર્યો એ અલગ. આ ઘટના ૨૦ એપ્રિલે થઈ હતી. આરોપી પતિ દારૂના નશામાં ઘરે પહોંચ્યો. તેને પત્નીના ચરિત્ર પર શંકા હતી. એટલે તેણે પહેલાં ઝઘડો કર્યો. વિવાદ એટલો વધી ગયો કે તેણે પત્ની સાથે મારપીટ શરૂ કરી. તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો ત્યારથી પતિ નારાજ રહેતો હતો. ૨૦ એપ્રિલની રાતે ઝઘડો વધી જતાં પતિએ પત્નીના પ્રાઇવેટ પાર્ટ પર ઍસિડ રેડી દીધો. જ્યારે પત્નીએ ઘરમાંથી નીકળીને બહાર મદદ માગવાની કોશિશ કરી તો તેણે રૂમમાં પૂરીને તેને ખૂબ મારી. ૧૫ દિવસ સુધી ઘરમાં લૉક કરી રાખ્યા પછી એક દિવસ મોકો જોઈને પત્ની ઘરમાંથી ભાગી અને એક સંબંધીને ત્યાં જઈને આપવીતી જણાવતાં પરિજનોએ પોલીસને જાણ કરી હતી.
Share
Share
22 May, 2026 07:01 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK