Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Water Cut: થાણેનાં આ વિસ્તારોમાં 18-19 એપ્રિલે પાણીપુરવઠો થશે ઠપ

Mumbai Water Cut: થાણેનાં આ વિસ્તારોમાં 18-19 એપ્રિલે પાણીપુરવઠો થશે ઠપ

17 April, 2024 02:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Water Cut: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક તાત્કાલિક જાળવણી કાર્યને પગલે અમુક વિસ્તારમાં પાણી પુરવઠામાં કાપ મૂકવાની સૂચના આપી છે

પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર

પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ૧૮મી તારીખની મધ્યરાત્રિથી ૧૯ તારીખની મધ્યરાત્રિ સુધી પાણી પુરવઠો બંધ
  2. કુલ 24 કલાક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે
  3. ત્યારબાદ બે દિવસ પુરવઠો ઓછા દબાણ સાથે છોડવામાં આવશે

થાણેના કેટલાક વિસ્તારોમાં 18-19 એપ્રિલના રોજ બે દિવસ પાણી પુરવઠામાં વિક્ષેપ (Mumbai Water Cut) જોવા મળવાનો છે. આ બે દિવસ થાણેવાસીઓએ પાણી પુરવઠા અંગે તકલીફ ભોગવવી પડી શકે છે. 

તમને જણાવી દઈએ કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક તાત્કાલિક જાળવણી કાર્યને પગલે પાણી પુરવઠામાં કાપ મૂકવાની સૂચના આપી છે. આ જ બાબતે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) પાસેથી પાણી મેળવતા TMC અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં ગુરુવારે પાણી કાપ કરવામાં આવનાર છે.



સૌથી વધારે આ વિસ્તારોને અસર થશે 


એક નિવેદનમાં TMCએ જણાવ્યું હતું કે વધુ અસરગ્રસ્ત વિસ્તારો મુંબ્રા, કલવા, માજીવાડા, માનપાડા અને વાગલે એસ્ટેટના વિસ્તારો હશે. કારણકે આ ભાગમાં ૧૮મી તારીખની મધ્યરાત્રિથી ૧૯ તારીખની મધ્યરાત્રિ સુધી પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) કરવામાં આવનાર છે.

થાણેમાં ૨૪ કલાક પાણી પુરવઠો બંધ 


તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાણી પુરવઠા યોજના હેઠળ કટાઈ નાકાથી શીલ ટાંકી સુધીની બરવી ગ્રેવીટી ચેનલના તાકીદના સમારકામને કારણે 18 એપ્રિલનાં બપોરે 12.00 વાગ્યાથી શુક્રવાર 19 એપ્રિલ, 12.00 વાગ્યા સુધી કુલ 24 કલાક પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) કરી દેવામાં આવશે.

આ તમામ વિસ્તારોને અસર પહોંચશે

આવનાર બે દિવસ માટે જે જે વિસ્તારોને અસર થવાની છે તે વિસ્તારમાં દિવા, મુંબ્રા (વોર્ડ નંબર 26 અને 31નો ભાગ સિવાય), થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની કાલવા વોર્ડ કમિટી અને રૂપાદેવી પાડા, કિસાનનગર નંબર 2, નેહરુનગર, તેમજ માનપાડા વોર્ડ હેઠળના કોલશેત ખાલચા વિલેજનો પણ સમાવેશ થાય છે. જ્યાં પાણી પુરવઠો બંધ રહેશે. આ વિસ્તારના લોકોને પાણીનો સંયમપૂર્વક વપરાશ કરવા વિનંતી કરાઇ છે.

આ કામગીરી દરમિયાન થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના દિવા, મુંબ્રા (વોર્ડ નંબર 26 અને 31ના ભાગ સિવાય) અને કલવા વોર્ડ કમિટી અને રૂપદેવી પાડા, કિસાન નગર નંબરના તમામ વિસ્તારોમાં 24 કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. તે ઉપરાંત નહેરુ નગરમાં રૂપા દેવી પાડા અને માનપાડા વોર્ડ સમિતિ, કિસાન નગર નં.2, નહેરુ નગર અને માનપાડા વોર્ડ સમિતિમાં પણ એ જ પરિસ્થિતિ રહેશે.  

ટીએમસીએ નાગરિકોને કરી વિનંતી 

આ સાથે જ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકો ખાસ વિનંતી કરી છે કે આ સમયગાળા દરમિયાન પાણીનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો. અને એમ પણ જણાવ્યું છે કે પાણી પુરવઠો (Mumbai Water Cut) શરૂ થયા બાદ આગામી 1થી 2 દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણ સાથે છોડવામાં આવશે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વતી નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે જ્યારે પાણી પુરવઠાને અસર થવાની છે ત્યારે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરીને સહકાર આપવામાં આવે.

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK