Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં સમારકામ દરમિયાન મકાનની દિવાલ ધરાશાયી; બેનાં મોત, એક ઘાયલ

થાણેમાં સમારકામ દરમિયાન મકાનની દિવાલ ધરાશાયી; બેનાં મોત, એક ઘાયલ

14 April, 2024 10:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane: મકાનના સમારકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં એક કામદાર અને લેબર કોન્ટ્રાક્ટર સહિત બે લોકોના મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે એટલે કે રવિવારે, મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે (Thane) જીલ્લામાં એક દુઃખદ ઘટના બની છે. ભાઈંદર (Bhayander) માં મકાનના સમારકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં બે જણનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે.

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રવિવારે એક મકાનના સમારકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં બે લોકો, એક કામદાર અને એક મજૂર કોન્ટ્રાક્ટરના રીતે મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના મુંબઈના ભાઈંદર પૂર્વમાં રવિવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી.


એક મકાનનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું જ્યારે તેની એક દિવાલ બે કામદારો અને એક લેબર કોન્ટ્રાક્ટર પર તૂટી પડી હતી.

ન્યૂઝ એજન્સીને અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, ૨૫ વર્ષીય કામદાર માખનલાલ યાદવ અને ૪૯ વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર હરિરામ ચૌહાણના દિવાલ ધરાશયી થવાની દુર્ઘટનામાં મોત થયા હતા. જ્યારે બીજા કામદારને ઈજા થઈ હતી.


ભાઈંદરમાં બનાવેલી દુર્ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક ફાયરમેન ઘટનાસ્થળે પહોંચી ગતા હતા. તેમણે કાટમાળ સાફ કર્યો અને ઘાયલ કામદારને સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

ભાઈંદરના આ વિસ્તારમાં આવેલા નવઘર પોલીસ સ્ટેશન (Navghar Police Station) ના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા – આઇપીસી (Indian Penal Code - IPC) હેઠળ બેદરકારી બદલ પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) નોંધવામાં આવી છે, તે માહિતી અધિકારીઓએ આપી હતી.

દરમિયાન, ગયા અઠવાડિયે અન્ય એક ઘટનામાં, થાણે જિલ્લામાં રવિવારે મોડી સાંજે એક બાંધકામ હેઠળનું એક માળનું મકાન ધરાશાયી થયું હતું, એમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Disaster Management Cell) ના ચીફ યાસિન તડવી (Yasin Tadvi) એ જણાવ્યું કે, ભિવંડી (Bhiwandi) વિસ્તારમાં ઉર્દૂ સ્કૂલ (Urdu School) ની સામે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. થાણેમાં નિર્માણાધીન મકાન ધરાશાયી થયાની જાણ થતાં સ્થાનિક ફાયરકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાટમાળ હટાવ્યો હતો.

વધુ એક દુર્ઘટનાની વાત કરીએ તો, થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં પહેલી એપ્રિલે સવારે પાવરલૂમ ફેક્ટરીની દિવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે ૫.૩૦ વાગ્યે ભિવંડીના સુભાષ નગરના નવીપાડા વિસ્તારમાં આવેલી યુનિટમાં બની હતી. અહેવાલમાં ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (Bhiwandi Nizampur Municipal Corporation) ના ચીફ ફાયર ઓફિસર રાજેશ પવાર (Rajesh Pawar) ના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, ઘટના સમયે આઠ કામદારો હાજર હતા. જેમાંથી ત્રણ કામદારો કાટમાળ નીચે ફસાયા હતા જ્યારે દીવાલ ધરાશાયી થતાં પાંચ પોતાનો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2024 10:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK