સ્કૂલ વેહિકલમાં ટ્રેઇન્ડ ફીમેલ અટેન્ડન્ટ હોવી જરૂરી છે. આ નિર્દેશો પર તાત્કાલિક ધોરણે અમલ કરવાની સૂચના સ્કૂલ ઑથોરિટી અને સંલગ્ન વિભાગોને આપવામાં આવી છે.
સ્કૂલબસ
સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈની ટ્રૅફિક પોલીસે અગત્યના નિર્ણયો લીધા છે. એમાં સ્કૂલ વેહિકલના ડ્રાઇવર અને અટેન્ડન્ટનું પોલીસ-વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે તેમ જ સ્કૂલ વેહિકલમાં ટ્રેઇન્ડ ફીમેલ અટેન્ડન્ટ હોવી જરૂરી છે.
મંગળવારે સ્કૂલ ટ્રાન્સપોર્ટ વેહિકલના વાર્ષિક સેફ્ટી ઇન્સ્પેક્શન બાબતે મુંબઈની સ્કૂલોના પ્રિન્સિપાલો સાથે ટ્રાફિક પોલીસે એક બેઠક યોજી હતી. ઍડિશનલ પોલીસ-કમિશનર (ટ્રાફિક) ડૉ. પ્રિયંકા નારનાવરેની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સ્કૂલ વેહિકલના ડ્રાઇવર અને અટેન્ડન્ટનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. તેમણે નક્કી કરેલા રૂટ પર જ જવાનું રહેશે અને પિક-અપ તેમ જ ડ્રૉપનાં લોકેશન પણ ફિક્સ રાખવાનાં રહેશે. સ્કૂલ વેહિકલમાં ટ્રેઇન્ડ ફીમેલ અટેન્ડન્ટ હોવી જરૂરી છે. આ નિર્દેશો પર તાત્કાલિક ધોરણે અમલ કરવાની સૂચના સ્કૂલ ઑથોરિટી અને સંલગ્ન વિભાગોને આપવામાં આવી છે.
દરિયાએ કચરો પાછો આપ્યો આપણને

ગઈ કાલે ઊછળેલાં ભરતીનાં મોટાં મોજાંઓએ દરિયામાં આપણે નાખેલો કચરો આપણને પાછો આપ્યો હતો. કોલાબાના બધવાર પાર્કમાં ત્યાંના રહેવાસીઓએ કુદરતનો આ બદલો ત્યાં ઊભા રહીને જોયો હતો.


