Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને બાઈકરાઇડ પડી મોંઘી, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી

અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને બાઈકરાઇડ પડી મોંઘી, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી

16 May, 2023 03:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને (Anushka Sharma) હેલમેટ વગર બાઈકરાઈડ કરવું ભારે પડ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સની ફરિયાદ મળ્યા બાદ મુંબઈ પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)

અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)


બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને (Anushka Sharma) હેલમેટ વગર બાઈકરાઈડ કરવું ભારે પડ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સની ફરિયાદ મળ્યા બાદ મુંબઈ પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. બન્નેને તાજેતરમાં જ હેલમેટ વગર જુદી-જુદી બાઈક પર પ્રવાસ કરતા જોવામાં આવ્યા હતા. અમિતાભે સોમવારે પોતાના કામ પર પહોંચવા માટે એક ચાહક પાસેથી લિફ્ટ માગી હતી. જ્યારે ટ્રાફિક જામ બાદ શૂટિંગના સ્થળે જલ્દી પહોંચવા માટે અનુષ્કા શર્મા પોતાના બૉડીગાર્ડ સાથે બાઈક પર બેઠી હતી. બન્ને સ્થિતિઓમાં ન તો અમિતાભ બચ્ચને કે ન તો અનુષ્કા શર્માએ હેલ્મેટ પહેર્યું હતું અને ન તો તેમના બાઈકચાલકે.

પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અમિતાભ બચ્ચને ટ્રાફિક જામમાંથી નીકળવા અને શૂટિંગ પર સમયસર પહોંચવામાં મદદ માટે એક અજાણી વ્યક્તિનો આભાર માન્યો હતો. બચ્ચને (80) સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર એક મોટરસાઈકલ ચાલક સાથે રવિવારે રાતની એક તસવીર શૅર કરી અને લખ્યું, "લિફ્ટ માટે આભાર દોસ્ત... તમને નથી ખબર, પણ તમારે કારણે હું સમયસર શૂટિંગ પર પહોંચી શક્યો. જામથી બચાવવા માટે આભાર." તસવીરમાં અમિતાભ બચ્ચન મોટરસાઇકલ પર પાછળ બેઠેલા જોવા મળે છે.



ફિલ્મ જગતના અનેક લોકોએ બચ્ચનના બાઈક રાઈડર સાથે જવાના નિર્ણયના વખાણ કરીને તેમના પણ વખાણ કર્યા છે, તો કેટલાક સોશિયલ મીડિયા ઉપયોગકર્તાઓએ પૂછ્યું કે બચ્ચન અને બાઈકચાલક બન્નેએ હેલમેટ કેમ નથી પહેર્યું. એક વ્યક્તિએ લખ્યું, `હેલમેટ ક્યાં છે સર`. અન્ય એકે મુંબઈ પોલીસને ટૅગ કરતા લખ્યું, "ચાલક અને પાછળની સવારી બન્ને હેલમેટ વગર છે. મુંબઈ પોલીસ કૃપયા ધ્યાન આપો."


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)


અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) હેલમેટ વગર બાઈક રાઈડ કરવા પર મુંબઈ પોલીસે તરત પ્રતિક્રિયા આપી અને કહ્યું, "અમે આ મામલો ટ્રાફિક બ્રાન્ચ સાથે શૅર કર્યો છે." આ રીતે, જ્યારે અનુષ્કા શર્માનો બાઈકરાઈડ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, ત્યારે એક યૂઝરે મુંબઈ પોલીસને ટૅગ કર્યું અને લખ્યું, "મુંબઈ પોલીસ નો હેલમેટ?" આના જવાબમાં, મુંબઈ પોલીસે જણાવ્યું કે ટ્રાફિક પોલીસને આ મામલે સૂચિત કરી દેવામાં આવ્યા છે. બન્ને ટ્વીટમાં મુંબઈ ટ્રાફિક પોલીસના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલને પણ ટૅગ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : જાણો કેમ અમિતાભ બચ્ચને પોતાની લગ્ઝરી ગાડી છોડીને બાઈકસવાર પાસે લેવી પડી લિફ્ટ

બચ્ચન હાલ ફિલ્મ `સેક્શન 84`ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન રિભુ દાસગુપ્તા કરી રહ્યા છે. બીજી તરફ, અનુષ્કા શર્મા આ વર્ષના અંતમાં `ચકદા એક્સપ્રેસ` સાથે ફિલ્મોમાં કમબૅક કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. પ્રોસિત રૉય દ્વારા નિર્દેશિત આ બાયોપિક ક્રિકેટર ઝૂલણ ગોસ્વામી પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2023 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK