Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NOCના જોર પર બિલ્ડરની સ્થાનિકો સાથે હેરાનગતિ, દાદર- પરેલમાં ઈમારતની જર્જરિત હાલત

NOCના જોર પર બિલ્ડરની સ્થાનિકો સાથે હેરાનગતિ, દાદર- પરેલમાં ઈમારતની જર્જરિત હાલત

20 February, 2024 11:49 PM IST | Mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

મેસર્સ કપિલ ગ્રુપના અશોક દોશી NOC (No Objection Certificate)ના જોર પર રહેવાસીઓની સમસ્યાને અવગણી રહ્યો હતો. લોકોએ બિલ્ડરની NOC રદ કરવા મહાડા સામે 13 વર્ષ સુધી લડાઈ લડી.

પરેલ સ્થિત સદગુરુ નિવાસ ઈમારત

પરેલ સ્થિત સદગુરુ નિવાસ ઈમારત


કી હાઇલાઇટ્સ

  1. પરેલમાં સદગુરુ નિવાસના લોકોની મેસર્સ કપિલ બિલ્ડર ગ્રુપ સામે 13 વર્ષની લડાઈ
  2. બિલ્ડરની હેરાનગતિ સામે રહેવાસીઓ NOC રદ કરવાની કરી હતી માંગ
  3. લાાંબા સમય બાદ આખરે મહાડાએ બિલ્ડરની NOC કરી રદ

Parel: મુંબઈનગરીની મોટી મોટી અને આકાશ તરફ ભાગતી ઉંચી ઉંચી ઈમારતોમાં ઘણી વખત માલિકોની રહેવાસીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડી અને હેરાનગતિની સમસ્યાઓ દબાઈ જતી હોય છે. પરેલની `સદગુરુ નિવાસ` બિલ્ડિંગના રહેવાસીઓ કંઈક આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં. જેનો હવે અંત આવ્યો છે. મેસર્સ કપિલ ગ્રુપની માલિકી હેઠળની `સદગુરુ નિવાસ` બિલ્ડિંગમાં રહેતા લોકોને જર્જરિત ઈમારતની ફરિયાદ હતી. લોકોનું કહેવું હતું કે ઈમારત ધરાશાયી થાય તે પહેલાં બિલ્ડિંગનું સમારકામ હાથ ધરવામાં આવે. મેસર્સ કપિલ ગ્રુપના અશોક દોશી NOC (No Objection Certificate)ના જોર પર રહેવાસીઓની સમસ્યાને અવગણી રહ્યો હતો. 


આ સમગ્ર ઘટના મામલે સદગુરુ નિવાસના ચેરમેન અરવિંદ સાલવી વતી રાજેશ માલ્કરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2010માં રહેવાસીઓએ NOC સાઈન કર્યુ હતું. એનઓસીની આડમાં બિલ્ડર અશોક દોષી ઈમારતની મરામત કરવાને બદલે સમારકામનાં માત્ર ખોટા દાવા કરતો હતો. પરેલ સ્થિત `સદગુરુ નિવાસ` બિલ્ડિંગના રહેવાસીઓએ ઈમારતના પુન: વિકાસ માટે વારંવાર ફરિયાદ કરી હતી. રિડેવલપમેન્ટને વર્ષો વીતી ગયા બાદ બિલ્ડિંગની જર્જરિત હાલત થઈ ગઈ છે. આ બિલ્ડિંગ 100 વર્ષ જૂની છે. લોકો જીવના જોખમે ઈમારતમાં રહે છે. અનેક વાર બિલ્ડરને ફરિયાદ કરવા છતાં મેસર્સ કપિલ ગ્રુપ દ્વારા કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી નહોતી. NOCની આડમાં રહેવાસીઓની સમસ્યાને દબાવવામાં આવી રહી હતી. પરંતુ બિલ્ડિંગમાં રહેતા ચેરમેન અને કેટલાક લોકોએ આ સમસ્યાનો મુદ્દો મહાડા ઓફિસ ખાતે ઉઠાવ્યો અને બિલ્ડર અશોક દોશીના NOCને રદ્દ કરી ઈમારતના સમારકામની માંગણી કરી. પણ થયું એવું કે મહાડા ઓફિસ યુનિટમાંય આ સમસ્યાને ગણકારવામાં આવી નહીં.



બાદમાં સદગુરુ નિવાસના ચેરમેન અરવિંદ સાલવી અને  કેટલાક લોકો મળીને જે તે સમયે દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂઆત કરી હતી. તેમજ વિસ્તારના સ્થાનિક શિવસેના MLA અજય ચૌધરીનો પણ સંપર્ક કર્યો હતો. 
 
MLA અજય ચૌધરીને આ સમસ્યાના નિવારણ માટે અરજી કરવામાં આવી. જેમાં લખવામાં આવ્યું કે સદગુરુ નિવાસ ઈમારતના પુનઃવિકાસના કામને લગભગ 08 વર્ષ વીતી ગયા છે. ઈમારત જર્જરિત હાલતમાં છે. બિલ્ડર્સને અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. લોકો હજુ જર્જરિત જૂના મકાનમાં રહે છે અને મકાનનું સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું નથી. આથી બિલ્ડરની NOC રદ કરવા અને બિલ્ડીંગની મરામતની કામગીરી હાથ ધરવા વિનંતી કરીએ છીએ. દેવેન્દ્ર ફડણવીસ અને ધારાસભ્યએ લોકોનો અવાજ સાંભળી આ મુદ્દાના ઉકેલ માટે પગલાં લીધા. અને અંતે મહાડા યુનિટ દ્વારા મેસર્સ કપિલ ગ્રુપની NOC રદ કરવામાં આવી. 


નોંધનીય છે કે ઈમારત જર્જરિત હાલતમાં હોવાથી મહાડાએ ઈમારતનું સમારકામ હાથ ધર્યુ હતું. કપિલ ગ્રુપે જે કામ કરવાનું હતું તે મહાડાએ કરી આપ્યું. જોકે મહાડાને ચૂકવવા પાત્ર રકમ પણ હજી બિલ્ડરે ચૂકવી નથી.   
 
આવી જ બીજી ઘટના બની છે દાદરમાં. આ જ બિલ્ડર ગ્રુપની અન્ય એક બિલ્ડિંગ દાદરમાં પણ છે. ત્યાંના લાકો પણ સમાન સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. મેસર્સ કપિલ ગ્રુપ દ્વારા 2010થી કોન્ટ્રાક્ટ સાઈન થયો છે. પરંતુ રહેવાસીઓની મુશ્કેલીઓને ગણકારવામાં આવતી નથી. 14 વર્ષ વીત્યાં હોવા છતાં બિલ્ડિંગનું સમારકામ હાથ ધરાયું નથી. રહેવાસીઓનું કહેવું છે કે શું બિલ્ડર બિલ્ડિંગ ધરાશયી થવાની રાહ જોઈ રહ્યાં છે? અહીં પણ બિલ્ડર એનઓસીના જોર પર લોકોની સમસ્યાને અવગણી રહ્યો છે. લોકો સમસ્યાના નિવાડા માટે મહાડા યુનિટ દોડી ગયા હતાં. પરંતુ મહાડા ઓફિસ દ્વારા આ મુદ્દાના ઉકેલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી. 


આખરે બિલ્ડિંગના લોકોએ કંટાળીને ધારાસભ્ય કાલિદાસ કોલંબકરનો સંપર્ક કર્યો અને સમસ્યાના સમાધાન માટે અરજી કરી. MLAએ રહેવાસીની અરજી પર કાર્યવાહી હાથ ધરી છે. મહાડા ઓફિસ ખાતે આ મુદ્દા પર કાર્યવાહી થઈ રહી હતી. આજે લોકોની ફરિયાદ પર જે સુનાવણી થવાની હતી એ અંગે હવે શુક્રવારે નિર્ણય આવશે.  હવે એ જોવું રહ્યું કે પરેલ સ્થિત બિલ્ડિંગના લોકોને પોતાની સમસ્યાથી છૂટકારો મળ્યો તેમ દાદરના લોકોની મુશ્કેલીનો નિવેડો આવે છે કે કેમ? 

 

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2024 11:49 PM IST | Mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK