Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અશોક ચવ્હાણ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી વિશ્વજીત કદમે પણ આપ્યું રાજીનામું?

અશોક ચવ્હાણ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી વિશ્વજીત કદમે પણ આપ્યું રાજીનામું?

13 February, 2024 10:54 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vishwajeet Kadam: પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના રાજીનામાં બાદ અમરનાથ રાજુરકરે પણ રાજીનામું આપી દીધું. તો વિશ્વજીત કદમના રાજીનામાંની ચર્ચા વચ્ચે તેમની મોટી પ્રતિક્રિયા આવી છે.

વિશ્વજીત કદમ (તસવીર સૌજન્ય ફેસબૂક)

વિશ્વજીત કદમ (તસવીર સૌજન્ય ફેસબૂક)


કી હાઇલાઇટ્સ

  1. અશોક ચવ્હાણે કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
  2. અશોક ચવ્હાણ બાદ હવે શું વિશ્વજીત કદમનું પણ રાજીનામું?
  3. વિશ્વજીત કદમની પ્રતિક્રિયા દ્વારા મોટો ખુલાસો

Vishwajeet Kadam: પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના રાજીનામાં બાદ અમરનાથ રાજુરકરે પણ રાજીનામું આપી દીધું. તો વિશ્વજીત કદમના રાજીનામાંની ચર્ચા વચ્ચે તેમની મોટી પ્રતિક્રિયા આવી છે.


મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને કૉંગ્રેસ વિધેયક વિશ્વજીત કદમે સોમવારે કહ્યું કે તેમણે પાર્ટીને રાજીનામું નથી આપ્યું. કદમે આ અટકળોને ફગાવી દીધી છે કે તેમણે પણ વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણની જેમ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે જાહેરાત કરી હતી તે કૉંગ્રેસ છોડી રહ્યા છે. (Vishwajeet Kadam also Resign?)`પૂર્વ મંત્રી વિશ્વજીત કદમે રાજીનામું આપ્યું નથી`
વિશ્વજીત કદમ સાંગલી જિલ્લાના પલુસ-કડેગાંવ મતવિસ્તારના ધારાસભ્ય છે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારમાં મંત્રી હતા. કદમે કહ્યું, "કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે, અશોકરાવ ચવ્હાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. આ સમાચાર સાથે, ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે કે મેં પણ રાજીનામું આપ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મને ખાતરી છે કે મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી અને હું હજુ પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું."


અમરનાથ રાજુરકરે રાજીનામું આપ્યું
(Vishwajeet Kadam Resign) પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અશોક ચવ્હાણ બાદ તેમના સમર્થક પૂર્વ વિધાન પરિષદના સભ્ય અમરનાથ રાજુરકરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અમરનાથ રાજુરકરે ખુદ મીડિયા સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો છે.

અમરનાથ રાજુરકરે કહ્યું કે મેં વિધાન પરિષદમાં કોંગ્રેસના નેતા, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અને નાંદેડ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. અમરનાથ રાજુરકર અશોક ચવ્હાણને પણ મળ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ લોકસભા સીટોની વહેંચણી પર નારાજ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રમાં 48 લોકસભા સીટોમાંથી શિવસેનાને વધુ સીટો આપવામાં આવતા અશોક ચવ્હાણ નારાજ હતા.


નોંધનીય છે કે, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવાણે ગઈ કાલે પહેલા સ્પીકરને પોતાનું વિધાનસભ્યપદનું રાજીનામું સોંપ્યું હતું અને બાદમાં કૉન્ગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપતો પત્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને લખ્યો હતો. આ જ સમયે કૉન્ગ્રેસના બે ભૂતપૂર્વ નગરસેવકોએ બીજેપીમાં દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પ્રવેશ કર્યો હતો. કૉન્ગ્રેસના કેટલા વિધાનસભ્યો સહિતના બીજા નેતાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે એવા સવાલના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. અશોક ચવાણે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કહ્યું છે કે એક-બે દિવસમાં તેઓ તેમની રાજકીય કારકિર્દીનો નિર્ણય લેશે. ૧૫ ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના છે ત્યારે અશોક ચવાણ સહિત કૉન્ગ્રેસના ૧૫ વિધાનસભ્ય અને નેતાઓ બીજેપીમાં પક્ષપ્રવેશ કરશે એવી ચર્ચા છે. આ વિધાનસભ્યોમાં મુંબઈના કૉન્ગ્રેસના વિધાનસભ્યો પણ સામેલ હોવાનું કહેવાય છે.

શનિવારે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય બાબા સિદ્દીકીએ અજિત પવાર જૂથમાં પ્રવેશ કર્યા બાદ રાજ્યમાં ફરી પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે. શનિવારે જ ઉદ્ધવ ઠાકરે જૂથના ઘાટકોપરના વૉર્ડ ૧૨૫નાં ભૂતપૂર્વ નગરસેવિકા રુપાલી આવળે અને તેના પતિ સુરેશ આવળે સહિતના પદાધિકારી અને શિવસૈનિકોએ એકનાથ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો. આવી જ રીતે ગઈ કાલે ખેતવાડી વિસ્તારના વૉર્ડ ૨૧૬ના કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક રાજેન્દ્ર નરવણકર અને અંધેરીના ૮૨ નંબર વૉર્ડના ભૂતપૂર્વ નગરસેવક જગદીશ અમીન કુટ્ટીએ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ બીજેપીએ શિવસેના અને એનસીપી બાદ હવે કૉન્ગ્રેસમાં પક્ષપલટો કરવાનું ઑપરેશન લોટસ શરૂ કર્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK