Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરિણીત યુવતીએ પોતાના બિલ્ડિંગની લિફ્ટમાં અજાણ્યા પુરુષને આવેગમાં આવીને કરેલી કિસ બે મહિને વાઇરલ થઈ

પરિણીત યુવતીએ પોતાના બિલ્ડિંગની લિફ્ટમાં અજાણ્યા પુરુષને આવેગમાં આવીને કરેલી કિસ બે મહિને વાઇરલ થઈ

Published : 13 March, 2026 11:44 AM | Modified : 13 March, 2026 01:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિફ્ટમાં લાગેલા CCTV કૅમેરામાં કૅપ્ચર થયેલી સાકીનાકાની સોસાયટીની આ ઘટના ચૅરમૅનના દીકરાએ ફરતી કરી હોવાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાકીનાકામાં એક સોસાયટીની લિફ્ટમાં એક પરિણીત યુવતીએ અજાણ્યા યુવાનને કરેલી કિસનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ સાકીનાકા પોલીસે બુધવારે સોસાયટીના ચૅરમૅનના પચીસ વર્ષના પુત્ર સામે સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. જાન્યુઆરીમાં યુવતી બિલ્ડિંગની લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે એક અજાણ્યો પુરુષ લિફ્ટમાં પ્રવેશ્યો હતો. બન્નેએ એકબીજાને જોયા બાદ ભાવનાત્મક પળમાં એકબીજાને કિસ કરી હતી. આ ઘટના લિફ્ટમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં સેવ થઈ હતી. આ વિડિયોને મોબાઇલ મારફત ફૉર્વર્ડ કરવાના આરોપમાં પોલીસે ચૅરમૅનના પુત્રની અટકાયત કરી હતી.

સાકીનાકા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં યુવતી સવારે લગભગ ૧૦ વાગ્યે પોતાના બિલ્ડિંગની લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે એક અજાણ્યો પુરુષ લિફ્ટમાં પ્રવેશ્યો હતો. બન્નેએ એકબીજાને જોયા બાદ ભાવનાત્મક પળમાં લિપ-કિસ કરી હતી. યુવતીના જણાવ્યા મુજબ આ ઘટના ત્યાં જ સમાપ્ત થઈ ગઈ હતી. જોકે ૯ માર્ચે સાંજે યુવતી માર્કેટમાં શાકભાજી લેવા ગઈ ત્યારે પાછળથી કોઈએ ‘આ વિડિયો બહુ વાઇરલ થઈ રહ્યો છે’ એવું કહેતાં તેણે પાછળ વળીને જોયું તો કેટલાક લોકો તેની તરફ જોઈને ચર્ચા કરતા હતા. શરૂઆતમાં યુવતીને વાત સમજાઈ નહોતી, પરંતુ પછી તેના વિસ્તારમાં રહેતી એક વ્યક્તિ પાસેથી તેને ખબર પડી કે લિફ્ટમાં બનેલી ઘટનાનો વિડિયો ઘણા લોકોના મોબાઇલમાં ફરતો થયો છે. સોસાયટીના ચૅરમૅન પાસે સમગ્ર બિલ્ડિંગના CCTV ફુટેજનું બૅકઅપ રહે છે, જ્યારે ટેક્નિકલ કામ તેમનો પુત્ર સંભાળે છે. યુવતીએ આરોપ મૂક્યો છે કે તેણે જ CCTV કૅમેરાના ફુટેજમાંથી આ વિડિયો મેળવીને મોબાઇલ મારફત વાઇરલ કર્યો છે જેથી સમાજમાં તેની બદનામી થાય. આ મામલે પોલીસે ચૅરમૅનના દીકરાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK