Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Local: TTEને ધક્કો મારીને ઇન્જર્ડ કર્યો ટિકિટ વગર મુસાફરી કરી રહેલા પેસેન્જરે!

Mumbai Local: TTEને ધક્કો મારીને ઇન્જર્ડ કર્યો ટિકિટ વગર મુસાફરી કરી રહેલા પેસેન્જરે!

Published : 19 August, 2026 01:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Local: માથાફરેલ પેસેન્જરે TTEને ધક્કો મારીને ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ધક્કો વાગતાં TTE પ્લેટફોર્મ પર પડી ગયો હતો અને તેને ડાબી આંખના ઉપરના ભાગે ગંભીર ઈજા પણ થઇ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની લોકલ (Mumbai Local)માં ટિકિટ વગર મુસાફરી કરતા પેસેન્જર્સ સામે રેલપ્રશાસન કાર્યવાહી તો કરે છે. પણ હવે તો જાનના જોખમે ટિકિટ એક્ઝામિનરોએ ફરજ બજાવી પડી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  મંગળવારે સાંજે અંધેરી સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન એક ટિકિટ એક્ઝામિનર (TTE) સાથે અત્યંત ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. એક તો પેસેન્જર પાસે ટિકિટ નહોતી અને બીજું એણે TTEથી છૂટવા માટે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં, પણ આ માથાફરેલ પેસેન્જરે TTEને ધક્કો મારીને ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ધક્કો વાગતાં TTE પ્લેટફોર્મ પર પડી ગયો હતો અને તેને ડાબી આંખના ઉપરના ભાગે ગંભીર ઈજા પણ થઇ હતી.

શું બન્યું હતું?



રિપોર્ટ્સ પ્રમાણે વેસ્ટર્ન રેલવે (Mumbai Local)ના AC લોકલ સ્ક્વોડ સાથે જોડાયેલા ટિકિટ એક્ઝામિનર પ્રકાશ દુબે સાથે આવો કિસ્સો થયો હતો. ગઇકાલે બપોરે ૨થી રાત્રે ૧૦ વાગ્યાની શિફ્ટમાં તે વિરાર-દાદર રૂટ પર પોતાની ફરજ બજાવી રહ્યો હતો. લગભગ સાંજે ૬:૪૦ વાગ્યાની આસપાસનો સમય હતો. બોરીવલી સ્ટેશન ગયા બાદ દાદર તરફ જતી લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસ કોચમાં તે પેસેન્જર્સની પાસે ટિકિત્સ છે કે કેમ તેનું ચેકિંગ કરી રહ્યો હતો. ચેકિંગ દરમિયાન એક પેસેન્જર ટિકિટ વગરનો પકડાયો હતો. પ્રકાશ દુબેએ આ ટિકિટલેસ પેસેન્જરને રેલના નિયમ મુજબ દંડ ભરવા કહ્યું ત્યારે પેલા પેસેન્જરે તો ઊલટું આ ટિકિટ ચેકરને બાજી પડ્યો હતો. લગભગ ૬:૪૦ વાગ્યે ટ્રેન અંધેરી સ્ટેશન પહોંચી ત્યારે દુબેએ આ પેસેન્જરને નીચે ઉતાર્યો હતો. પણ. દંડથી બચવા માટે પેસેન્જરે TTEની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પ્રકાશ દુબેએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો પેલાએ જોરથી ધક્કો માર્યો, જેથી TTE પ્લેટફોર્મ પર પડી ગયો હતો. તેની ડાબી આંખના ઉપરના ભાગે ઇન્જરી થઇ હતી અને લોહી પણ નીકળવા લાગ્યું હતું. પોતાને ઇન્જરી થઇ હોવા છતાં દુબે અને ત્યાં હાજર સીનિયર સ્ટાફર ગણેશ રોકડેએ પેસેન્જરને પકડી પાડ્યો હતો અને અંધેરી સ્ટેશનના TTE ઓફિસે લઈ ગયા હતા.


આ આખા કિસ્સા (Mumbai Local) અંગે સ્ટેશન માસ્ટરને જાણ કર્યા બાદ પ્રકાશ દુબેને અંધેરી ડિસ્પેન્સરીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ જીઆરપી (GRP) મારફતે મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મુસાફરને આગળની કાયદાકીય કાર્યવાહી માટે અંધેરી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપવામાં આવ્યો છે.

હાલમાં આ સમગ્ર મામલા (Mumbai Local)ને લઇને રેલવે પોલીસ તપાસ કરી રહી છે. સીનિયર પીઆઈ સચિન ગવતના કહેવા પ્રમાણે સીસીટીવી (CCTV) ફૂટેજનું ચેકિંગ ચાલી રહ્યું છે. જોકે હજુ સુધી પ્રત્યક્ષ હુમલો થયો હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી અને TTEને આખરે ઇન્જરી કઇ રીતે થઇ તે અંગે સીસીટીવી તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થશે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK