Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > નાનપણની કોઈ એક ઘટના આખા જીવન પર બોજ ન બનવી જોઈએ

નાનપણની કોઈ એક ઘટના આખા જીવન પર બોજ ન બનવી જોઈએ

Published : 27 November, 2026 03:52 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

લાંબા કાઉન્સેલિંગ પછી જ્યારે નયનાનું મન ખૂલ્યું ત્યારે કડવું સત્ય બહાર આવ્યું. ૮ વર્ષની ઉંમરે નયના સાથે નજીકના સંબંધીએ જાતીય અડપલાં કર્યાં હતાં. એ સમયે ડર અને શરમના કારણે તેણે કોઈને કહ્યું નહીં.

ડૉ. મુકુલ ચોકસી

ડૉક્ટર ડાયરી

ડૉ. મુકુલ ચોકસી


તેનું નામ નયના, ૨૮ વર્ષની ઉંમર, દેખાવમાં શાંત, પણ અંદરથી અત્યંત વ્યથિત. તેનાં લગ્નને ૩ વર્ષ થયાં હતાં. પતિ પ્રેમાળ અને સમજદાર, છતાં નયનાના મનમાં ફિઝિકલ રીલેશન માટે એક અજીબ અણગમો અને ડર હતો. પતિ જરાક પ્રેમથી સ્પર્શ કરે તો પણ નયનાનું શરીર અકડાઈ જાય. ક્યારેક તેને અકારણ ગુસ્સો આવી જતો અને ક્યારેક તે રડી પડતી. પતિને લાગતું કે નયનાને તેનામાં રસ નથી, જ્યારે નયના પોતે પણ સમજી શકતી નહોતી કે તેની સાથે આવું શું કામ થાય છે?
લાંબા કાઉન્સેલિંગ પછી જ્યારે નયનાનું મન ખૂલ્યું ત્યારે ત્યારે કડવું સત્ય બહાર આવ્યું. ૮ વર્ષની ઉંમરે નયના સાથે નજીકના સંબંધીએ જાતીય અડપલાં કર્યાં હતાં. એ સમયે ડર અને શરમના કારણે તેણે કોઈને કહ્યું નહીં. સમય જતાં એ વાત મનમાં દબાઈ પણ ગઈ. જોકે લગ્ન પછી જ્યારે હસબન્ડે પ્રેમથી સ્પર્શ કર્યો ત્યારે તેના સબકૉન્શ્યસ મને એ સ્પર્શને પ્રેમ તરીકે નહીં પણ રિસ્ક તરીકે જોયો.
સેક્સોલૉજી અને સાઇકોલૉજીમાં આને પાસ્ટ ટ્રૉમાની અસર કહે છે. મગજ ભલે જૂની ઘટનાઓને ભૂલી જવાનો પ્રયત્ન કરે, પરંતુ બૉડી અને નર્વસ સિસ્ટમ દરેક આઘાતને યાદ રાખે છે. બાળપણમાં કે ભૂતકાળમાં થયેલું આવું અબ્યુઝ વ્યક્તિના મનમાં શારીરિક નિકટતા પ્રત્યે ઊંડો ભય, અવિશ્વાસ અને ગિલ્ટ વાવી દે છે. એને કારણે મોટા થયા પછી જ્યારે વ્યક્તિ સુરક્ષિત અને પ્રેમાળ સંબંધમાં આવે ત્યારે પણ અમુક સ્પર્શ, અવાજ કે પરિસ્થિતિ ટ્રિગર બનીને જૂના આઘાતને જીવંત કરી દે. પરિણામે, વ્યક્તિ ફિઝિકલ રિલેશનથી દૂર ભાગે, સાવ નમ્બ થઈ જાય અથવા કારણ વગર પાર્ટનર પર ગુસ્સે થઈ જાય એવું બને.
બાળપણમાં થયેલા આવા ઘાને રૂઝવવા માટે માત્ર સમય પૂરતો નથી, યોગ્ય દિશામાં પ્રયત્ન પણ જરૂરી છે.
સૌથી પહેલાં એ સમજો કે ભૂતકાળમાં જે બન્યું એમાં તમારો કોઈ વાંક નહોતો અને અત્યારે જે પ્રતિક્રિયા આવે છે એ કોઈ ખરાબી નહીં પણ મગજની ડિફેન્સ-મેકૅનિઝમ છે. લાઇફ-પાર્ટનરને વિશ્વાસમાં લઈને તમારી મનોસ્થિતિ સમજાવો. પાર્ટનરનો સહકાર અને ધીરજ આ હીલિંગ પ્રક્રિયામાં અડધી દવાનું કામ કરે છે.
આવા ઊંડા માનસિક આઘાત માટે ક્વૉલિફાઇડ સાઇકિયાટ્રિસ્ટ કે ટ્રૉમા-ઇન્ફૉર્મ્ડ સાઇકોથેરપિસ્ટની મદદ લેવી અનિવાર્ય છે. યોગ્ય થેરપી દ્વારા મગજમાં ઘર જમાવી બેઠેલા ભયને દૂર કરી શકાય છે. યાદ રાખો, ભૂતકાળના કોઈ અંધારા પડછાયાને તમારું વર્તમાનનું સુખી લગ્નજીવન છીનવી લેવાનો કોઈ અધિકાર નથી. યોગ્ય સમજણ અને સારવારથી મન અને શરીર બન્નેને ફરી મુક્ત કરી શકાય છે, પણ એની માટે પહેલ તો વ્યક્તિએ જ કરવી પડશે. જો વ્યક્તિ ભૂતકાળથી સ્વતંત્ર થવાની હિંમત દાખવે તો જ બાકીના બધા રસ્તે ખૂલે.

ડૉ. મુકુલ ચોકસી સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને કવિ છે. પ્રતિભાવ માટે ઈમેઇલ કરી શકો છો:  feedbackgmd@mid-day. com


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 03:52 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK