Sanjay Raut Praises Yogi Adityanath: વર્ષ ૨૦૨૭માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાનું ઇલેક્શન થવાનું છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ઉદ્ધવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ઉત્તરપ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથના બેમોઢે વખાણ કર્યાં છે.
સંજય રાઉત અને યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર
Sanjay Raut Praises Yogi Adityanath: વર્ષ ૨૦૨૭માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાનું ઇલેક્શન થવાનું છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ભાજપ તરફથી મુખ્યમંત્રી માટે કયો ચહેરો લાવવામાં આવશે તેવી ચર્ચાઓની વચ્ચે ઉદ્ધવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ઉત્તરપ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથના બેમોઢે વખાણ કર્યાં છે. સંજય રાઉતે યોગીને એક સક્ષમ લીડર અને હિન્દુત્વનો મોટો ચહેરો ગણાવતાં કહ્યું છે કે `યોગી નહીં તો યુપી નહીં`. વિધાનસભાના ઇલેક્શન પછી પણ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ જ નેતૃત્વ કરશે એવો વિશ્વાસ પણ સંજય રાઉતે વ્યક્ત કર્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે (Sanjay Raut Praises Yogi Adityanath) કહ્યું હતું કે યોગી આદિત્યનાથે પોતાને ચીફ મિનિસ્ટરના પદ માટેનો ચહેરો ઘોષિત કરી દીધા છે. તો એ ખરેખર પ્રશંસાની વાત છે. મને પણ યોગીજી પર પૂરો ભરોસો છે. તેઓ હિન્દુત્વનો ટૉચનો ચહેરો છે. ઉત્તર પ્રદેશમાં તેઓને ફરી એકવાર જંગી બહુમત મળશે. જોકે, સંજય રાઉતના આ નિવેદનનો વિવિધ પ્રકારે રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાના ઇલેક્શનને લઈને જોરદાર રાજકીય તૈયારી (Sanjay Raut Praises Yogi Adityanath)ઓ પણ આરંભાઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે પોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. સમાજવાદી પાર્ટી અને ઉદ્ધવસેના બંને પક્ષો INDIA ગઠબંધનનો હિસ્સો હોવા છતાં સંજય રાઉતે યોગી આદિત્યનાથના બેમોઢે વખાણ કર્યા છે અને તેમને હિંદુત્વના મજબૂત ચહેરા તરીકે રજૂ કર્યા છે ત્યારે ફરી એકવાર રાજકીય વર્તુળોમાં તેના વિવિધ અર્થ કાઢવામાં આવી રહ્યા છે અને ગઠબંધનની રાજનીતિ તેમજ ઉત્તર પ્રદેશના ચૂંટણી સમીકરણોને લઈને પણ નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ઇલેક્શન (Sanjay Raut Praises Yogi Adityanath) પછી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચાલી રહેલી વિવિધ અટકળો વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે ચીફ મિનિસ્ટરના પદના ઉમેદવારનો નિર્ણય વિધાનસભાની ચૂંટણી પછી પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા કરવામાં આવશે. આ નિવેદન જ એ વાત સ્પષ્ટ કરી આપે છે કે આગામી ચૂંટણીઓ માટે પાર્ટી દ્વારા કોઈ ચહેરો હજી સુધી નક્કી થયો નથી. મૌર્યએ એમ પણ જણાવ્યું હતું કે ચૂંટણીના સમયે ભાજપનો ચહેરો કમળનું ફૂલ હોય છે અને એના આધારે જ ચૂંટણી લડવામાં આવે છે. ચૂંટણી પછી જ્યારે ધારાસભ્યો ચૂંટાય છે, ત્યારે તેમની બેઠક સામેલ હોય છે અને કેન્દ્રીય નિરીક્ષકો પણ નિમાય છે. જ્યારે મૌર્યને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતે ચીફ મિનિસ્ટરના પદ માટે દાવેદાર છે કે કેમ ત્યારે તેઓએ જવાબમાં કહ્યું કે કોઈપણ વ્યક્તિ તે નક્કી કરી શકતી નથી. એસપી, બીએસપી અને કોંગ્રેસને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ ગણાવતા તેમણે કહ્યું કે બીજેપીમાં એક સિસ્ટમ છે જેના હેઠળ ૨૦૨૭માં જે થશે તે સામે આવી જ જશે.
