Mumbai: ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર તેમ જ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા ચતુરંગ નામનો સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કવિઓ પોતાની કવિતા પઠન કરશે
કવિ રાજેશ વ્યાસ, જવાહર બક્ષી, ઉદયન ઠક્કર અને યજ્ઞેશ દવે
કી હાઇલાઇટ્સ
- રવિવાર 31 ડિસેમ્બર 2023ના રોજ સવારે 10.30 કલાકે આ કાર્યક્રમ છે
- ‘નરસિંહ મહેતા અવૉર્ડ’થી સન્માનિત ચાર કવિઓ કાવ્યપાઠ કરશે
- જવાહર બક્ષી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન`, યજ્ઞેશ દવે અને ઉદયન ઠક્કર કવિતાઓ રજૂ કરશે
Mumbai: ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર તેમ જ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા ચતુરંગ (Chaturanga) નામનો સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ આદરણીય મોરારીબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષાના ચાર જાણીતા કવિઓને ‘નરસિંહ મહેતા અવૉર્ડ’ (Narsinh Mehta Award)થી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
હવે આ સન્માનિત (Narsinh Mehta Award) કવિઓના કાવ્યપાઠનો કાર્યક્રમ (Chaturanga) ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર તેમ જ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (Mumbai)ના સહયોગથી કરવામાં આવનાર છે. કયા કવિઓને નરસિંહ મહેતા એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા?
ADVERTISEMENT
વર્ષ 2020 માટે જવાહર બક્ષીને, વર્ષ 2021 માટે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ને વર્ષ 2022 માટે યજ્ઞેશ દવેને અને વર્ષ 2023 માટે મુંબઈના કવિ ઉદયન ઠક્કરને સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આ ચારેય કવિઓનો એક મંચ પર કાવ્યપાઠ માણવાનો અવસર (Chaturanga) મુંબઇ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
ક્યારે છે આ કાર્યક્રમ?
રવિવાર 31 ડિસેમ્બર 2023ના રોજ સવારે 10.30 કલાકે SPJIMR, ભવન્સ કૅમ્પસ, અંધેરી 9 (પશ્ચિમ) ખાતે આ કાવ્યપાઠનો કાર્યક્રમ (Mumbai) આયોજિત કરવામાં આવ્યો છે.
ગુજરાતી ભાષાના જાણીતા કવિ તુષાર શુક્લ આ ચારેય કવિઓને શુભકામના (Narsinh Mehta Award) પાઠવતા લખે છે કે, “યજ્ઞેશ, ઉદયન અને મિસ્કીન સાહેબ મારા સમવયસ્ક. ત્રણે સાથે દોસ્તી. ત્રણે પાસે પોતીકી સર્જકતા. યજ્ઞેશ સાથે તો પ્રસારણયાત્રા કરી. ઉદયન મુંબઇ (Mumbai)ની સુગંધ લઇને મળે. બંને કવિનું અન્ય ભાષાના સર્જનોનું વાચન પણ વિશાળ. મિસ્કીન સાહેબ સાથેની દોસ્તી ભારોભાર સ્નેહાદરથી સભર. સંસ્કૃત ધર્મગ્રંથોના અભ્યાસુ. પોતે ઉપાસક. આધ્યાત્મના અનુભવરંગી. રજૂઆતની કલાના એ પણ મહારથી. ઉદયન અને મિસ્કીન સાહેબ બંને ગીત પણ લખે”
કવિશ્રી જવાહર બક્ષી જેઓને વર્ષ 2020 માટે એવોર્ડ અપાયો છે. તેઓએ ટો માત્ર 12 વર્ષની ઉમરે જ પ્રથમ ગઝલનું સર્જન કર્યું હતું. તારાપણાંનાં શહેરમાં તેમ જ પરપોટાના કિલ્લા આ બે સંગ્રહો થકી આ કવિએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. તેમણે તો નરસિંહની કવિતાના 25 વર્ષોના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ જેવો ગ્રંથ પણ આપ્યો છે.
કવિ રાજેશ જટાશંકર વ્યાસ `મિસ્કીન`ને વર્ષ 2021 માટે આ એવોર્ડ મળ્યો છે. કવિ `મિસ્કીન` સાહેબના ‘તૂટેલો સમય’, ‘છોડીને આવ તું’, ‘કોઈ તારું નથી’, ‘પાણિયારાં ક્યાં ગયાં?’ જેવાં અનેક સંગ્રહો આપ્યા છે. સાથે જ આ કવિ કલાપી એવોર્ડ, હરીન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ વગેરેથી પણ પોંખાયા છે.
કવિ યજ્ઞેશ દવેને વર્ષ 2022 માટે નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો છે. એવું કહેવાય છે કે આ કવિએ અછાંદસ ગુજરાતી કવિતાને એક નવો જ વળાંક આપ્યો છે. ‘જળની આંખે’, ‘જાતિસ્મર’, ‘ચેત મછંદર ગોરખ આયા’ વગેરે તેમના કેટલાંક સંગ્રહો છે.
`કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે? કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?` જેવી અનેક કાવ્યપંક્તિઓ આપનાર કવિ ઉદયન ઠક્કરને વર્ષ 2023 માટે એવોર્ડ અપાયો છે. મુંબઈમાં જ કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા આ કવિએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ /કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે પણ એટલા જ જાણીતા છે.
હવે આ ચારેય કવિઓના સર્જનો સાંભળવાનો અવસર (Chaturanga) અંધેરી (Mumbai)ના આંગણે આવી ગયો છે.


