Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ​: કપડાના વેપારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ

મુંબઈ ​: કપડાના વેપારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ

14 November, 2020 11:11 AM IST | Mumbai
Samiullah Khan

મુંબઈ ​: કપડાના વેપારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અંધેરીમાં રહેતી ૪૦ વર્ષની પરિણીત મહિલાનું 64 વર્ષની વયના કપડાના વેપારીએ જાતીય શોષણ કર્યું છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે કપડાના વેપારીએ મહિલા પાસેથી ઘર લેવા માટે ૧૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને આજીવન તેની સેવા કરવા બદલ પોતાની તમામ સંપત્તિ મહિલાના નામે કરવાની લાલચ આપી હતી.

અંબોલી પોલીસે ઉચાપત અને છેતરપિંડી સહિત બળાત્કારનો ગુનો નોંધ્યો છે. ૬૪ વર્ષના કપડાના આ વેપારી અંધેરી ડી. એન. રોડ પર ભવન્સ કૉલેજ નજીક એક નિવાસી સંકુલમાં રહે છે તથા અંધેરીમાં દુકાન ધરાવે છે.



૪૦ વર્ષની પીડિતા તેની દુકાનની કર્મચારી હતી, જે એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા તેના પતિ સાથે રહેતી હતી. પ્રૌઢ વયનો હોવાથી કપડાના વેપારીએ મહિલાને તેની આજીવન સેવા કરે તો પોતાની તમામ સંપત્તિ મહિલાના નામે કરવાનું જણાવી લલચાવી હતી.


વેપારી અને મહિલા વચ્ચે આઠ વર્ષથી જાતીય સંબંધ હતા. વર્ષ 2018માં મહિલાએ અંધેરીના કુરેશી કમ્પાઉન્ડમાં એક એસઆરએ ફ્લૅટ બુક કર્યો હતો. 21 લાખ રૂપિયાની કિંમતના આ ફ્લૅટ માટે તેણે પોતાના અને પોતાના સંબંધીઓના દાગીના વેચીને ડિપોઝિટ માટે ૧૭ લાખ રૂપિયા જમા કર્યા.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2020 11:11 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK