Mumbai: આ પાછળનો ઉદ્દેશ એ જ છે કે નવરાત્રિમાં મુંબઈમાં મહાલક્ષ્મી મંદિરની મુલાકાત લેનારા હજારો ભક્તોને સરળતા રહે.
પ્રતીકાત્મક તસવીર
આજથી નોરતાંનો પ્રારંભ થઇ ગયો છે. મુંબઈગરાઓ (Mumbai) માટે રાહતના અને આનંદના સમાચાર છે કે વાર્ષિક મહાલક્ષ્મી જાત્રા તેમ જ નોરતાંને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા આજથી સપ્ટેમ્બરથી ૧લી ઓક્ટોબર સુધી મુંબઈમાં એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ પાછળનો ઉદ્દેશ એ જ છે કે મુંબઈમાં મહાલક્ષ્મી મંદિરની મુલાકાત લેનારા હજારો ભક્તોને સરળતા રહે.
દર વર્ષે નવરાત્રિ પર્વ નિમિતે મહાલક્ષ્મી મંદિરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓને આવતા હોય છે. ખાસ કરીને ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં ભીડ થાય છે. અહીં ઊતર્યા બાદ લોકો મહાલક્ષ્મીમંદિર સુધી પહોંચવા માટે બેસ્ટ બસોને વધારે પસંદ કરતા હોય છે. માટે બસોની માગ રહેતી હોય છે. આ જ માગને ધ્યાનમાં રાખીને બેસ્ટ (Mumbai) દ્વારા હવે એક્સ્ટ્રા બસો ચલાવાશે. મહાલક્ષ્મી મંદિરથી પસાર થતા હાલના રૂટ્સ પર જે બસો દોડે છે એમના ફેરા પણ વધારી દેવામાં આવ્યા છે, એટલું જ નહીં પરંતુ મહત્વના પરાંઓને જોડતા રૂટ્સ પર પણ વિશેષ બસો દોડાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ વર્ષે (Mumbai) નોરતાં દરમિયાન મેઈન રૂટ્સ પર દરરોજ પચીસ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. જેનું લિસ્ટ આ પ્રમાણે છે:
એ-37: જે. મેહતા માર્ગથી કુર્લા સ્ટેશન (પશ્ચિમ)
57: વાલકેશ્વરથી ઠાકરે પાર્ક (સીવરી)
એ-63 અને એ-77: ભાયખલા સ્ટેશન (પશ્ચિમ)થી બ્રીચ કેન્ડી હોસ્પિટલ
એ-77: સંત ગાડગે મહારાજ ચોક (સાતરાસ્તા)થી બ્રીચ કેન્ડી હોસ્પિટલ
83: કોલાબા બસ સ્ટેન્ડથી સાંતાક્રુઝ આગર
151: વડાલા આગારથી બ્રીચ કેન્ડી હોસ્પિટલ
એ-132: મુંબઈ સેન્ટ્રલ આગારથી ઇલેક્ટ્રિક હાઉસ
એ-357: મુંબઈ સેન્ટ્રલ આગારથી શિવાજીનગર આગાર
એક્સ્ટ્રા: ઠાકરે પાર્ક (સીવરી)થી મહાલક્ષ્મીમંદિર
પીક અવર્સ દરમિયાન પ્રબોધંકર ઠાકરે ઉદ્યાન (સીવરી)થી લાલબાગ, ચિંચપોકલી, સાતરાસ્તા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન થઈને મંદિર સુધી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ સાથે જ યાત્રીઓને સરળતા રહે તે માટે નજીકના ડેપોમાંથી બસ નિરીક્ષકો અને ટ્રાફિક અધિકારીઓને પણ અસ્થાયી ધોરણે ડ્યુટી પર તૈનાત કરાશે. બેસ્ટના વહીવટીતંત્રએ યાત્રીઓને જણાવ્યું છે કે વધુ પડતો ટ્રાફિક ન થાય એ માટે તેમ જ મંદિરમાં પણ સલામતી સાથે દર્શન કરી શકાય એ માટે એક્સ્ટ્રા બસનો ઉપયોગ કરશો. આજથી ચાલુ થયેલ નોરતાં દરમિયાન મુંબઈમાં ભક્તોની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળતો હોય છે. બસ, એનેજ પહોંચી વળવા માટે આ એક્સ્ટ્રા બસ શરુ કરવામાં આવી છે.
આજથી શારદીય નવરાત્રિનો (Mumbai) પ્રારંભ થઇ ગયો છે, જે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનો મહિમા વર્ણવે છે. અશ્વિન મહિનામાં ઊજવાતો આ તહેવાર ઉત્સાહપૂર્ણ પૂજા, ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક આયોજનોથી ભરપૂર હોય છે.


