વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે BJPની યુવા પાંખ દ્વારા ‘નમો યુવા રન’નું આયોજન કરવામાં આવ્યું હતું
મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ અને સંસદસભ્ય તેજસ્વી સૂર્યા તથા ઍક્ટર અને ફિટનેસ-આઇકન મિલિંદ સોમણે નમો યુવા રનમાં ભાગ લીધો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે BJPની યુવા પાંખ દ્વારા ‘નમો યુવા રન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રગ-ફ્રી ઇન્ડિયાના સંદેશ સાથે દેશનાં ૭૫ શહેરમાં નમો યુવા રનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે મુંબઈમાં વરલીના કોસ્ટલ રોડ પ્રૉમનેડ પરથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ અને સંસદસભ્ય તેજસ્વી સૂર્યા તથા ઍક્ટર અને ફિટનેસ-આઇકન મિલિંદ સોમણ જેઓ આ યુવા રનના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ છે તેમણે નમો યુવા રનને લીલી ઝંડી આપી હતી. ત્યાર બાદ મુખ્ય પ્રધાને પણ નમો યુવા રનમાં થોડા અંતર સુધી દોડ લગાવી હતી. તેજસ્વી સૂર્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના યુવાનોને ડ્રગમુક્ત થવાનો મહત્ત્વનો સંદેશ આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને વધુ સારી રીતે ઊજવી શકીએ છીએ.


