હાલમાં કુલ ૧૫૦ કિલોમીટરના માર્ગ પર મેટ્રો લાઇનનું કામ ચાલે છે જેનાં વિવિધ કામ માટે નક્કી કરેલી સમયમર્યાદા ચૂકશે તો પણ કૉન્ટ્રૅક્ટરને વધારાની પેનલ્ટી ભરવી પડશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં મેટ્રોની વિવિધ લાઇનોનાં કામ સમયમર્યાદામાં પૂરાં થાય એ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ નવી પૉલિસી શરૂ કરી છે જેના અંતર્ગત જો મેટ્રોની સાઇટ પર જરૂર કરતાં પચીસથી ૫૦ ટકા માણસો ઓછા હોય તો કૉન્ટ્રૅક્ટરને એક દિવસના એક લાખ રૂપિયા દંડ ભરવો પડશે. જો ૫૦ ટકાથી વધુ માણસો ગેરહાજર હોય તો દિવસના બે લાખ રૂપિયા દંડ ભરવાનો રહેશે.
‘મૅનપાવર મોબિલાઇઝેશન પૉલિસી’ નામે શરૂ કરેલી નવી નીતિ કૉન્ટ્રૅક્ટર સામે દંડાત્મક પગલાં લેવા માટે જ નહીં, મુંબઈના બે કરોડથી વધુ મુસાફરોને સમયસર મેટ્રો આપવાના વાયદા માટેની પ્રતિબદ્ધતા માટે અમલી બનાવાઈ છે એવું MMRDAના નિવેદનમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
હાલમાં કુલ ૧૫૦ કિલોમીટરના માર્ગ પર મેટ્રો લાઇનનું કામ ચાલે છે જેનાં વિવિધ કામ માટે નક્કી કરેલી સમયમર્યાદા ચૂકશે તો પણ કૉન્ટ્રૅક્ટરને વધારાની પેનલ્ટી ભરવી પડશે.

