નગરવિકાસ ખાતું એકનાથ શિંદે પાસે જશે, પણ એ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે ત્યાં તેમના વિશ્વાસુ સંજીય જાયસવાલની બદલી કરી દેતાં ગઈ કાલે એની જોરદાર ચર્ચા હતી.
અશ્વિની ભિડે
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)નાં મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડેની મુખ્ય પ્રધાનની ઑફિસમાં પ્રિન્સિપલ સેક્રેટરીપદે તો મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ના વાઇસ-પ્રેસિડન્ટ સંજીવ જાયસવાલની નગરવિકાસ ખાતાના પ્રિન્સિપલ સેક્રેટરીપદે ગઈ કાલે નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે અશ્વિની ભિડે પાસે MMRCLનો ચાર્જ પણ કાયમ રાખવામાં આવ્યો છે. અશ્વિની ભિડે અને સંજીવ જાયસવાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બહુ જ સારા સંબંધ છે. એવું કહેવાય છે કે નગરવિકાસ ખાતું એકનાથ શિંદે પાસે જશે, પણ એ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે ત્યાં તેમના વિશ્વાસુ સંજીય જાયસવાલની બદલી કરી દેતાં ગઈ કાલે એની જોરદાર ચર્ચા હતી.

