સેન્ટર PhDના વિદ્યાર્થીઓ માટે હાઇલી ક્વૉલિફાઇડ ગાઇડ્સ અને સ્ટેટ ઑફ ધ આર્ટ લૅબોરેટરી, આધુનિક શૈક્ષણિક પદ્ધતિ મુજબનાં સાધનોથી સજ્જ હશે.
પ્રતીકાત્મક તસવીર
વિલે પાર્લેની મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજ (MNWC)માં ૨૦૨૫-’૨૬ના શૈક્ષણિક વર્ષથી હ્યુમૅનિટીઝ (માનવશાસ્ત્ર) શાખામાં ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD) માટેનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં સાઇકોલૉજી વિષયમાં PhDનો અભ્યાસ થશે. આ કૉલેજ SNDT વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. નવા સેન્ટર વિશે જણાવતાં MNWCનાં ટ્રસ્ટી હિમાદ્રી નાણાવટી કહે છે, ‘સાઇકોલૉજી વિષયમાં હાયર સેકન્ડરી, BA અને MA ડિગ્રી તેમ જ PhD લેવલ ઑફર કરતી મુંબઈની ગણતરીની સંસ્થાઓમાંની એક MNWC છે. સેન્ટર PhDના વિદ્યાર્થીઓ માટે હાઇલી ક્વૉલિફાઇડ ગાઇડ્સ અને સ્ટેટ ઑફ ધ આર્ટ લૅબોરેટરી, આધુનિક શૈક્ષણિક પદ્ધતિ મુજબનાં સાધનોથી સજ્જ હશે.’
અહીં ક્લિનિકલ, કૉગ્નિટિવ, ડિજિટલ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તેમ જ સ્પોર્ટ્સ અને ફૉરેન્સિક જેવાં ક્ષેત્રોમાં સાઇકોલૉજીને લગતાં રિસર્ચ કરી શકાશે. KEM હૉસ્પિટલનાં ડૉ. ઉર્વશી શાહના હસ્તે ૧૧ જૂને એ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


