Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં લગ્નમાંથી ચોરાયેલી ૧૯ લાખના દાગીનાની બૅગ સાથે થઈ એકની ધરપકડ

થાણેમાં લગ્નમાંથી ચોરાયેલી ૧૯ લાખના દાગીનાની બૅગ સાથે થઈ એકની ધરપકડ

25 December, 2020 10:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેમાં લગ્નમાંથી ચોરાયેલી ૧૯ લાખના દાગીનાની બૅગ સાથે થઈ એકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના ઘોડબંદર રોડ પર આવેલી જલસા લૉનમાં ૩૦ નવેમ્બરે ફરિયાદી અનીતા ઓમવીર સિંહના દીકરા સચિનનાં લગ્ન હતાં. એ વખતે અનીતા સિંહે ફોટો પડાવતી વખતે તેમના હાથમાંની દાગીનાની બૅગ એક જ મિનિટ માટે બાજુની ખુરસી પર મૂકી હતી. એ જ તકની લાગમાં રહેલા ચોરોએ દાગીનાની બૅગ ઉઠાવી ગયા હતા. ૪૨૩ ગ્રામ અંદાજે ૧૯,૦૩,૫૦૦ રૂપિયાની કિંમતના દાગીનાની બૅગ ચોરાઈ જતાં અનીતા સિંહે આ બાબતે કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

કાસરવડવલી પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને અન્ય રીતે તપાસ કરીને આખરે એ રીઢા ચોર બબલુ સુમેરસિંહ સિસોદિયા અને તેના બે સાગરીતોએ ચોરી કરી હોવાનું શોધી કાઢ્યું હતું. કાસરવડવલી પોલીસ ત્યાર બાદ બબલુને તેના રાજગડ જિલ્લાના પચોર તાલુકાના ગુલખેડી ગામમાંથી પકડી લાવી હતી. એટલું જ નહીં, તેણે ચોરેલા બધા દાગીના હસ્તગત કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK