રિટાયર થયેલા ડૉગ્સ ડિપ્રેશનમાં સરી પડતા હોવાથી હવે તેમના હૅન્ડલર્સ સાથે જ રહેવા દેવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
૧૦ વર્ષની ડ્યુટી પૂરી કરીને રિટાયર થયા પછી પણ પોલીસડૉગ્સ હવે પોલીસફોર્સ સાથે જ રહી શકશે અને એમને ફોર્સથી છૂટા થવાની ફરજ નહીં પાડવામાં આવે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. તેમના ખાવા-પીવાનો તથા મેડિકલ એક્સપેન્સ રાજ્યનો ગૃહવિભાગ ઉઠાવશે એવી જાહેરાત પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.
ડૉગ્સ મનુષ્યો જેવી જ સંવેદના અને લાગણીઓ ધરાવે છે અને એને કારણે ડ્યુટી દરમ્યાન પોતાના હૅન્ડલર સાથે તેમનો ગાઢ સંબંધ બંધાઈ જાય છે. ૧૦ વર્ષની સર્વિસ પૂરી થયા બાદ તેમને રિટાયર કરતી વખતે તેમના હૅન્ડલર્સથી છૂટા પાડવામાં આવતાં ઘણી વખત તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને ખાવા-પીવાનું પણ છોડી દેતા હોય છે. આ પ્રકારની માનસિક પીડાઓથી અબોલ સિપાહીઓ ન પીડાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
