Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJPએ શરૂ કર્યું મિશન જેન-ઝી : સુપરફાઇવ સ્પેશ્યલ ટીમ બનાવી

BJPએ શરૂ કર્યું મિશન જેન-ઝી : સુપરફાઇવ સ્પેશ્યલ ટીમ બનાવી

Published : 23 August, 2026 08:45 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવાનો સાથે સંપર્ક વધારવા માટે નીતિન નબીન, સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, હર્ષ સંઘવી અને ઓ. પી. ચૌધરીને સોંપાઈ જવાબદારી: કૉલેજો અને યુનિવર્સિટીઓમાં યોજાશે યુવા સંવાદ

બીજેપી નેતાઓ

બીજેપી નેતાઓ


દેશની યુવા પેઢી અને જેન-ઝીના નવા મતદાતાઓ સાથે સંપર્ક બનાવવા માટે BJPએ જેન-ઝી આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અભિયાન માટે વરિષ્ઠ અને યુવા નેતાઓની ટીમ બની છે. એમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને છત્તીસગઢના પ્રધાન ઓ. પી. ચૌધરી જેવા નેતાઓને કમાન સોંપી છે. કેન્દ્ર સરકારના આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત નેતાઓ કૉલેજ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના સીધા સંપર્કમાં આવશે, તેમની સાથે વાતો કરશે અને તેમના સવાલ, વિચાર અને સમસ્યાઓ સાંભળશે. 

આ ટીમ શું કરશે?har
૧૪થી ૨૫ વર્ષના યુવાનો પર ફોકસ કરવા માટે આ ટીમ યુવા સંવાદ અભિયાન ચલાવશે. આ અભિયાનનો હેતુ માત્ર મોટિવેશનલ ભાષણો આપવાનો નહીં પરંતુ જેન-ઝીના વિચારો, તેમની આશા, કરીઅર વિશેની ચિંતા અને પાયાની સમસ્યાઓ સાંભળીને સુલઝાવવાનો હશે. કૉલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને BJPના આ અનુભવી નેતાઓને સીધા સવાલો પૂછીને તેમની સામે પોતાનાં મંતવ્યો રજૂ કરવા માટે ખુલ્લો મંચ આપવામાં આવશે. આ કાર્યક્રમનું એક વિસ્તૃત શેડ્યુલ BJP જાહેર કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 08:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK