Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પતિ-પત્ની સાથે કામ કરી શકે એ માટે ગુજરાતમાં એકસાથે ૪૧૫ પોલીસ-કર્મચારીઓની થઈ બદલી

પતિ-પત્ની સાથે કામ કરી શકે એ માટે ગુજરાતમાં એકસાથે ૪૧૫ પોલીસ-કર્મચારીઓની થઈ બદલી

Published : 23 August, 2026 09:13 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરજ સાથે પરિવારજન અને દામ્પત્યજીવનને પણ અપાયું મહત્ત્વ: પત્ની કે પતિ સરકારના બીજા વિભાગમાં કામ કરતાં હોય અને તેમનાં પતિ કે પત્નીમાંથી કોઈ એક પોલીસ-વિભાગમાં કામ કરતાં હોય એવા કિસ્સામાં પણ કરાઈ બદલી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વાર એકસાથે ૪૧૫ પોલીસ-કર્મચારીઓની પતિ-પત્ની કેસને ધ્યાનમાં રાખીને સ્વવિનંતીથી શુક્રવારે બદલી કરવામાં આવી હતી. એને કારણે હવે પતિ-પત્ની એક સ્થળે સાથે નોકરી કરી શકશે.
ગુજરાતના પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ-કર્મચારીઓની પારિવારિક પરિસ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય કર્યો છે. પત્ની કે પતિ સરકારના બીજા વિભાગમાં કામ કરતાં હોય અને તેમનાં પતિ કે પત્નીમાંથી કોઈ એક પોલીસ-વિભાગમાં કામ કરતાં હોય એવા કિસ્સામાં પણ બદલી કરી આપવામાં આવી છે. પોલીસ-કર્મચારીઓની ફરજની સાથે તેમના પરિવારજનો અને દામ્પત્યજીવનને પણ મહત્ત્વ આપીને કરવામાં આવેલી આ બદલીમાં વિવિધ છ કૅડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. 
પોલીસ-વિભાગમાં ફરજ દરમ્યાન કર્મચારીઓને ઘણી વખત પરિવારથી દૂર રહેવાની ફરજ પડે છે. આવી પરિસ્થિતિમાં પરિવાર, સંતાનો અને અન્ય પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલી ન પડે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 09:13 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK