Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Lok Sabha Elections 2024: શિવસેના યુબીટીએ ૧૭ ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ કોણ લડશે ક્યાંથી

Lok Sabha Elections 2024: શિવસેના યુબીટીએ ૧૭ ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ કોણ લડશે ક્યાંથી

27 March, 2024 12:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Elections 2024: ઉદ્વવ ઠાકરેની શિવસેના યુબીટીએ બુધવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024)ની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. દરેક પક્ષ જંગના મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિવસેના – યુબીટી (Shiv Sena - UBT)એ બુધવારે આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મહારાષ્ટ્રમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ૧૭ ઉમેદવારોના નામ છે.

શિવસેના (UBT)એ જાહેર કરેલી યાદી પ્રમાણે, મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા મતવિસ્તાર (Mumbai North-West Lok Sabha constituency)માંથી અમોલ કીર્તિકર (Amol Kirtikar), દક્ષિણ મુંબઈ મતવિસ્તાર (South Mumbai constituency)માંથી અરવિંદ સાવંત (Arvind Sawant), મુંબઈ-ઉત્તર-પૂર્વ મતવિસ્તાર (Mumbai-North East constituency)માંથી સંજય દિના પાટીલ (Sanjay Dina Patil), સાંગલી (Sangli)થી ચંદ્રહર પાટીલ (Chandrahar Patil) અને રાયગઢ (Raigad)થી અનંત ગેટે (Anant Gete)ના નામની જાહેરાત કરવામાં આવી છે.



રાજન વિચારે (Rajan Vichare) થાણે (Thane)થી ચૂંટણી લડશે. જ્યારે વિનાયક રાઉત (Vinayak Raut)ને રત્નાગીરી સિંધુદુર્ગ (Ratnagiri Sindhudurg)થી ટિકિટ આપવામાં આવી છે. વર્તમાન સાંસદો સંજય જાધવ (Sanjay Jadhav)ને પરભણી (Parbhani) અને ઓમરાજે નિમ્બાલકર (Omraje Nimbalkar)ને ઉસ્માનાબાદ (Osmanabad)માંથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


શિવસેના (યુબીટી) પાર્ટી ઔરંગાબાદ (Aurangabad)ની બેઠક પરથી પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરે (Chandrakant Khaire)ને મેદાનમાં ઉતારશે.

પાર્ટીના નેતા સંજય રાઉત (Sanjay Raut)એ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને યાદી જાહેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, ‘શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ અને શિવસેના પક્ષ પ્રમુખ શ્રી ઉદ્ધવજી ઠાકરેના આદેશથી શિવસેનાના ૧૭ લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. મુંબઈ દક્ષિણ મધ્ય: શ્રી અનિલ દેસાઈની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવે છે. અન્ય ૧૬ ઉમેદવારો નીચે મુજબ છે.’


આ યાદીમાં રાયગઢ (Raigad), રત્નાગીરી (Ratnagiri), થાણે (Thane), પરભણી (Parbhani), બુલઢાણા (Buldhana), યવતમાલ (Yavatmal), છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar), શિરડી (Shirdi), દક્ષિણ મુંબઈ (South Mumbai), ઉત્તર પશ્ચિમ મુંબઈ (North West Mumbai), ઉત્તર પૂર્વ મુંબઈ (North East Mumbai), સાંગલી (Sangli), હિંગોલી (Hingoli), ધારશિવ (Dharshiv), નાસિક (Nasik) અને માવલ (Maval) બેઠકોના ઉમેદવારોનો આ યાદીમાં સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે અગાઉ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) ઉમેદવારોની પ્રથમ યાદી ઔપચારિક રીતે ૨૬ માર્ચે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi - MVA)ના ઘટક ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના વિરોધ પક્ષની યાદીમાં ૧૬ જેટલા નામો હશે, એમ તેમણે કહ્યું હતું.

દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)ની આગેવાની હેઠળની શિવસેના તેના ઉમેદવારોની પ્રથમ યાદી એક-બે દિવસમાં જાહેર કરે તેવી શક્યતા છે, એમ પાર્ટીના નેતા અને લોકસભા સાંસદ રાહુલ શેવાલે (Rahul Shewale)એ સોમવારે જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK