Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમને મુસ્લિમોના ફક્ત મત જ જોઈએ છે, મહારાષ્ટ્ર કૉંગ્રેસ કાર્યકારી અધ્યક્ષનો પત્ર

તમને મુસ્લિમોના ફક્ત મત જ જોઈએ છે, મહારાષ્ટ્ર કૉંગ્રેસ કાર્યકારી અધ્યક્ષનો પત્ર

27 April, 2024 06:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મંત્રી મોહમ્મદ આરિફ નસીમ ખાને પાર્ટીની કેમ્પેઈન કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આની માહિતી આપી છે.

મલ્લિકાર્જુન ખડગે (ફાઈલ ફોટો)

મલ્લિકાર્જુન ખડગે (ફાઈલ ફોટો)


કી હાઇલાઇટ્સ

  1. કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર
  2. પત્ર લખીને આપ્યું રાજીનામું, સાથે મૂક્યો આ મોટો આરોપ
  3. મુસ્લિમોનો મત જ જોઈએ છે, ઉમેદવાર નહીં?

Lok Sabha Election 2024: મહારાષ્ટ્ર કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મંત્રી મોહમ્મદ આરિફ નસીમ ખાને પાર્ટીની કેમ્પેઈન કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આની માહિતી આપી છે.

નસીમ ખાને કહ્યું- મહારાષ્ટ્રની 48 લોકસભા સીટ પર મહાવિકાસ આઘાડીએ એક પણ મુસ્લિમ કેન્ડિડેટને ટિકિટ નથી આપી. ગઠબંધનને ફક્ત મુસ્લિમોના મત જોઈએ છે. હું લોકસભા ચૂંટણીની બાકી વધેલી સીટ પર પાર્ટી માટે પ્રચાર નહીં કરું. હું કેમ્પેઈન કમિટીમાંથી રાજીનામું આપું છું.



તેમણે કહ્યું કે આખા મહારાષ્ટ્રના અનેક મુસ્લિમ સંગઠન, નેતા અને પાર્ટી કાર્યકર્તાઓને આશા હતી કે કૉંગ્રેસ અલ્પસંખ્યક સમુદાયમાંથી એટલિસ્ટ એક ઉમેદવારને ટિકિટ આપશે, પણ દુર્ભાગ્યે એવું ન થયું. આ બધી પાર્ટી નેતા અને કાર્યકર્તા હવે તેમને પૂછી રહ્યા છે- કૉંગ્રેસને મુસ્લિમ મત જોઈએ છે, ઉમેદવાર કેમ નહીં?


આરિફ ખાન મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટની રેસમાં હતા
Lok Sabha Election 2024: મોહમ્મદ આરીફ ખાન મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટની રેસમાં હતા, પરંતુ પાર્ટીએ અહીંથી વર્ષા ગાયકવાડને ટિકિટ આપી છે. અગાઉ 2019માં આરિફે મુંબઈના ચાંદીવલીથી વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે, તેઓ 409 મતોની નાની માર્જિનથી હારી ગયા હતા.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ 17 સીટો પર લડી રહી છે
Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. મહાગઠબંધન હેઠળ કૉંગ્રેસને 17 બેઠકો મળી છે. આ સિવાય ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) 21 સીટો પર અને શરદ પવારની NCP 10 સીટો પર ચૂંટણી લડી રહી છે.


કૉંગ્રેસની 17 બેઠકોઃ નંદરબાર, ધુલે, અકોલા, અમરાવતી, નાગપુર, બાંદ્રા, ગઢચિરોલી, ચંદ્રપુર, નાંદેડ, જાલના, મુંબઈ ઉત્તર મધ્ય, પુણે, લાતુર, સોલાપુર, કોલ્હાપુર અને ઉત્તર મુંબઈ.

શરદ પવારની 10 બેઠકોઃ બારામતી, શિરપુર, સતારા, ભિવંડી, વર્ધા, અહમદનગર દક્ષિણ, બીડ, માધા, ડિંડોરી, રાવર.

ઉદ્ધવ ઠાકરેની 21 બેઠકોઃ જલગાંવ, પરભણી, નાશિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ધારાશિવ, રત્નાગીરી, બુલઢાણા, શિરડી, સંભાજીનગર, સાંગલી, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ દક્ષિણ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ દક્ષિણ મધ્ય, યવતમાલ, હિંગોલી અને હાથકણંગલે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રના વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીમાં લોકસભાની મુંબઈ નૉર્થ અને મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક કૉન્ગ્રેસને ફાળવવામાં આવી છે. આમાંથી મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકમાં કૉન્ગ્રેસનાં મુંબઈનાં અધ્યક્ષ અને સતત ચાર વખત ધારાવીમાંથી ચૂંટાઈ આવેલાં વિધાનસભ્ય વર્ષા ગાયકવાડને ગઈ કાલે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં નસીમ ખાન અને ભાઈ જગતાપ સહિતના કૉન્ગ્રેસના નેતાઓનાં નામની ચર્ચા હતી, પરંતુ પક્ષે વર્ષા ગાયકવાડ પર પસંદગી ઉતારી છે. આ બેઠક પર બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી (BJP)નાં પૂનમ મહાજન સંસદસભ્ય છે. BJPએ હજી સુધી કોઈની ઉમેદવારી જાહેર નથી કરી. ચર્ચા હતી કે કૉન્ગ્રેસ ઉમેદવાર જાહેર કરે ત્યાર બાદ જ BJP નિર્ણય લેશે. આથી BJP ફરી અહીં પૂનમ મહાજનને મોકો આપે છે કે બીજા કોઈને એ જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે ધારાવીમાંથી જ સતત ત્રણ વખત ચૂંટાઈને વિધાનસભ્ય બનેલાં એકનાથ ગાયકવાડનાં પુત્રી પિતા બાદ અહીંથી સતત ચૂંટાઈ આવે છે. તેમણે કૉન્ગ્રેસ મહિલા ​વિન્ગની જવાબદારી સંભાળ્યા બાદ અત્યારે તેઓ મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ છે.

મુંબઈ સાઉથની બેઠક માટે હવે શિવસેના-BJP બન્નેના બબ્બે દાવેદાર
દક્ષિણ મુંબઈની બેઠક માટે BJP અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ બેઠક પરંપરાગત રીતે શિવસેનાની છે એટલે અહીંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ વતી કૉન્ગ્રેસના આ બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય અને શિંદેસેનામાં સામેલ થયેલા મિલિંદ દેવરા અને શિંદેસેનાના ભૂતપૂર્વ નગરસેવક યશવંત જાધવ કે તેમનાં ભાયખલાનાં વિધાનસભ્ય પત્ની યામિની જાધવનાં નામની ચર્ચા છે તો BJP વતી કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર અને મલબારહિલના BJPના વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢા દ્વારા લોકસભાની ચૂંટણી લડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ લોકસભા બેઠકમાં સામેલ વિધાનસભાની ૬ બેઠકમાંથી બેBJP, બે ઉદ્ધવ ઠાકરેની સેના, એક કૉન્ગ્રેસ અને એક શિંદેસેના પાસે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 06:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK