18 જાન્યુઆરી 2024થી ગુજરાતના ગાંધીનગરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સ્પો યોજાશે
એલઆઈબીએફ એક્સપો 2024: વૈશ્વિક વેપારોને જોડે છે, તકો નિર્માણ કરે છે!
એલઆઈબીએફ એક્સપો 2024ની બહુપ્રતિક્ષિત પહેલી આવૃત્તિની વિધિશર રીતે ઘોષણા કરવામાં આવી છે, જે ભૌગોલિક સીમાઓની પાર અર્થપૂર્ણ વેપાર સંબંધો ફૂલેફાલે તે માટે તૈયાર કરાયેલી અવ્વલ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ બની રહેશે. 18-21 જાન્યુઆરી, 2024 વચ્ચે ગુજરાતના ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાનારી આ ઈવેન્ટ માટે મંગળવારે મુંબઈમાં ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. એલઆઈબીએફ એક્સપો 2024 સહબાગીઓને સહયોગ અને વૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય દર્શકોને પ્રોડક્ટો અને સેવાઓની તેમની વૈવિધ્યપૂર્ણ શ્રેણી રજૂ કવા વૈશ્વિક મંચ આપશે. લગભગ 34 વિવિધ ક્ષેત્રો, જેમ કે, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સ્ટાર્ટ-અપ્સ અને ફૂડ તથા એગ્રિકલ્ચર વગેરેના સહભાગ સાથે ઈવેન્ટમાં 30થી વધુ દેશના વેપારો એક છત હેઠળ પ્રદર્શિત કરશે.



