મધ્ય પ્રદેશના મઉગંજ જિલ્લામાં ૩ બાળકોની મમ્મી તેના દિયરના પ્રેમમાં પડી હતી. દિયર અને ભાભી બેઉ એકસાથે ધોધમાં કૂદી પડ્યાં હતાં અને આત્મહત્યા કરી હતી. જોકે એ પહેલાં બન્નેએ સંબંધોની બધી સીમાઓ વટાવી દીધી હતી.
૨૬ વર્ષનો દિનેશ સાહૂ અને ૩૫ વર્ષની શકુંતલા સાહૂ.
મધ્ય પ્રદેશના મઉગંજ જિલ્લામાં ૩ બાળકોની મમ્મી તેના દિયરના પ્રેમમાં પડી હતી. દિયર અને ભાભી બેઉ એકસાથે ધોધમાં કૂદી પડ્યાં હતાં અને આત્મહત્યા કરી હતી. જોકે એ પહેલાં બન્નેએ સંબંધોની બધી સીમાઓ વટાવી દીધી હતી. દિયરે તેની ભાભીના માથામાં સિંદૂર ભર્યું હતું અને સાત જન્મ સુધી તેની સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને એક વિડિયો બનાવ્યો હતો અને પ્રેમના દુશ્મન પરિવારના સભ્યોને સજા આપવાની અપીલ કરી હતી. પરિવારના સભ્યોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બન્નેએ ધોધમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસ અને NDRF ટીમ ઊંડા ધોધમાં મૃતદેહો શોધી રહી છે.


