રુબિયોએ જણાવ્યું હતું કે તેમણે આતંકનો સામનો કરવા માટેની લડાઈમાં અમેરિકાનો સાથ આપવા માટે પાકિસ્તાનનો આભાર માન્યો હતો
ડોનલ્ડ ટ્રમ્પ, માર્કો રુબિયો
આતંક સામેની લડાઈમાં પાર્ટનર તરીકે સાથ આપવા માટે ગઈ કાલે અમેરિકાએ પાકિસ્તાનનો સત્તાવાર રીતે આભાર માન્યો હતો. અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને ફૉરેન મિનિસ્ટર ઇશાક દાર સાથે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ મુલાકાત કરી હતી. રુબિયોએ જણાવ્યું હતું કે તેમણે આતંકનો સામનો કરવા માટેની લડાઈમાં અમેરિકાનો સાથ આપવા માટે પાકિસ્તાનનો આભાર માન્યો હતો. હજી બે દિવસ પહેલાં જ પહલગામ હુમલા માટે જવાબદાર ધ રેસિસ્ટન્સ ફ્રન્ટને અમેરિકા વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરશે એવી જાહેરાત કરી હતી.


