ધોધના ધસમસતા પ્રવાહમાં ઊતરનાર યુવાનને અન્ય પર્યટકોએ બચાવી લીધો
ધોધના ધસમસતા પ્રવાહમાં ઊતરનાર યુવાનને અન્ય પર્યટકોએ બચાવી લીધો
કોલ્હાપુર શહેર સહિત કોલ્હાપુર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને પાણીની આવક વધતાં ધોધ ફોર્સમાં પડવા માંડ્યા છે. એથી સહેલાણીઓ પણ વરસાદ અને ધોધની મજા લેવા ઊમટી રહ્યા છે. સહેલાણીઓ જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી.
રાધાનગરી તાલુકાના રાઉતવાડી ધોધની મજા લેવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે. એમાં શનિવારે ધસમસતા પ્રવાહમાં સેલ્ફી લેવા એક યુવાન ઊતર્યો હતો. જોકે પાણીના ફોર્સમાં તેનો મોબાઇલ તો તણાઈ ગયો હતો અને તે પણ એક પથ્થર પકડીને જીવ બચાવવા ફાંફાં મારી રહ્યો હતો. એ વખતે અન્ય સહેલાણીઓ તેની મદદે દોડ્યા હતા અને તેને બહાર કાઢ્યો હતો.
ADVERTISEMENT
પાણીનો પ્રવાહ વધુ હોવાથી લોકોએ જાતને સાચવીને ટૂરિઝમની મજા માણવી એવું આહ્વાન પ્રશાસને કર્યું છે.

