Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Travel

લેખ

થાણે અને ઐરોલી વચ્ચેના બ્રિજનો ગર્ડર બેસાડતી વખતે વાંકો વળવાથી ટ્રેનો અટવાઈ

થાણે અને ઐરોલી વચ્ચેના બ્રિજનો ગર્ડર બેસાડતી વખતે વાંકો વળવાથી ટ્રેનો અટવાઈ

પ્રવાસીઓની સેફ્ટીનો વિચાર કરી ટ્રેનો સવારના ૭.૧૦ વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવી હતી. એ પછી સવારના ૮.૧૫ વાગ્યાથી એ ગર્ડરના રીસ્ટોરેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

11 May, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BKCથી વરલીના મેટ્રો-૩ના તબક્કાને લીલી ઝંડી દેખાડીને ગઈ કાલે એમાં સિદ્ધિવિનાયક સુધી પ્રવાસ કર્યો હતો દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ. તસવીરોઃ  સૈયદ સમીર અબેદી

હવે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩માં આરેથી વરલી સુધી પહોંચો

BKCથી વરલીના આચાર્ય અત્રે ચોક સુધીના બીજા તબક્કાનું ઉદ‍્ઘાટન થયું : દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે વરલીથી કફ પરેડનો ત્રીજો તબક્કો ઑગસ્ટમાં શરૂ કરવાનો વિચાર

11 May, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો: આશિષ રાજે

ધ મુંબઈ ઝૂમાં ગયા છો કે નહીં તમે?

આપણે વાત કરી રહ્યા છીએ મુંબઈ શહેરના આઇકૉનિક લૅન્ડમાર્ક રાણીબાગની. વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન વ પ્રાણીસંગ્રહાલય એના મેકઓવર પછી મસ્ટ-વિઝિટ પ્લેસ બની ગયું છે

10 May, 2025 01:00 IST | Mumbai | Heena Patel
સિદ્ધિવિનાયક મંદિરની ફાઇલ તસવીર

ભારત-પાક.ના તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

Mumbai News: સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલો, માળા અને મીઠાઈઓ અર્પણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિરમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

10 May, 2025 06:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આજનું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડી ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર

આસ્થાનું એડ્રેસ : વાલપખાડીના આ મંદિરમાં સ્વાતંત્ર્યસેનાનીઓ પણ આવી ચૂક્યાં છે!

આજનું આપણું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડીમાં આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. આ મંદિર સાથે મેઘવાડ કમ્યુનિટિ અને ઠક્કરબાપાનું નામ જોડયેલું છે. વર્ષ ૧૯૨૩માં અહીં ડોંગરી મ્યુનિસિપલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. આસપાસના લોકોના બાળકો અહીં ભણવા આવતા. ત્યાં ઠક્કરબાપાને વિચાર આવેલો કે લોકોમાં ધાર્મિક ભાવના જન્મે એ માટે મંદિરનું નિર્માણ કરવું. મંદિર સાથે સંકળાયેલા કિશન ડોડીયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી આ મંદિર વિષેની રોચક વાતો તમારા સુધી પહોંચાડવી છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

07 May, 2025 07:05 IST | Mumbai | Dharmik Parmar
આ સફળતા અંધેરી (પૂર્વ) અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) વચ્ચે 1.647 કિલોમીટર લાંબી ટનલનું પૂર્ણ થવાને ચિહ્નિત કરે છે. (તસવીરો: મિડ-ડે)

Photos: મુંબઈ મેટ્રો લાઇન 7A ટનલનું ખોદકામ સફળ રહ્યું, CM ફડણવીસે આપી શુભેચ્છા

મુંબઈના મેટ્રો નેટવર્ક માટે એક મહત્ત્વ પૂર્ણ અને સીમાચિહ્નરૂપ મેટ્રો લાઇન 7A કોરિડોર પર કામ કરતી ટનલ બૉરિંગ મશીન (TBM) `દિશા` એ ગુરુવારે કામકાજમાં સફળતા મેળવી છે. આ ભૂગર્ભ ટનલનો એક મુખ્ય ભાગ પૂર્ણ થયો છે. (તસવીરો: મિડ-ડે)

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનું આસ્થાનું એડ્રેસ છે ઉદ્યાન ગણેશ મંદિર (શિવાજીપાર્ક)

આસ્થાનું એડ્રેસ : શિવાજીપાર્કમાં બાલસ્વરૂપે દર્શન આપતા ગણપતિદાદા છે મંગલકારી

આજે આપણે શિવાજીપાર્કમાં સ્થિત સુંદર ઉદ્યાન ગણેશ મંદિરનાં દર્શનાર્થે જવું છે. આમ તો, મુંબઈમાં ગણેશમંદિરનું નામ આવે એટલે તરત સિદ્ધિવિનાયકદાદા સાંભરી આવે. પણ, સિદ્ધિવિનાયકદાદાના બાલસ્વરૂપનું સુંદર મંદિર શિવાજીપાર્ક ખાતે આવેલું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. (તમામ તસવીરો- મંદિરની અધિકૃત વેબસાઇટ)

09 April, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar
હાજી અલી દરગાહ (તસવીર: રાણે આશિષ)

Ramadan Month 2025: મુંબઈની પ્રતિષ્ઠિત હાજી અલી દરગાહના અદભુત દૃશ્યો, જુઓ તસવીરો

મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત હજી અલી દરગાહની અદભુત તસવીરો કૅમેરામાં કેદ થઈ હતી. અહીં ઘણા ભક્તો સંત પીર હાજી શાહ બુખારીની કબરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. (તસવીરો: આશિષ રાણે)

21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સીએમ પ્રમોદ સાવંતે `રાજ્યમાં પર્યટન ઘટી રહ્યું છે` ના દાવાઓને રદિયો આપ્યો...

સીએમ પ્રમોદ સાવંતે `રાજ્યમાં પર્યટન ઘટી રહ્યું છે` ના દાવાઓને રદિયો આપ્યો...

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે રાજ્યમાં પ્રવાસન ઘટવાના અહેવાલોને ફગાવી દીધા છે, જ્યારે ANI સાથે વાત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, “હું સમગ્ર દેશના લોકોનું ગોવામાં સ્વાગત કરું છું. ડિસેમ્બર મહિનો ગોવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો છે. હંમેશની જેમ, વિવિધ તહેવારો, આંતરરાષ્ટ્રીય તહેવારોથી લઈને ક્રિસમસ અને 31મી ડિસેમ્બર સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગોવામાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના પ્રવાસીઓથી ભરપૂર રહેવાના છે. અહીંની તમામ હોટેલો ભરેલી છે...કેટલાક પ્રભાવકો સોશિયલ મીડિયા પર કહેતા રહે છે કે પ્રવાસીઓ ગોવામાં આવતા નથી અને અન્ય સ્થળોએ જઈ રહ્યા છે. તેઓ ખોટું કામ કરી રહ્યા છે, તેઓ લોકોને ગોવા વિશે ખોટો સંદેશો આપી રહ્યા છે, હું તેમને પણ કહેવા માંગુ છું કે તેઓ પોતે આવીને દરિયાકાંઠાના સ્થળો જોવે, આજે 31મી ડિસેમ્બર છે અને ગોવાના દરેક રસ્તા વાહનોથી ભરેલા છે. , દરેક બીચ ભરેલો છે, ઘણા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અહીં આવ્યા છે, રસ્તા પર એટલી ભીડ છે અને આવનારા તમામ લોકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

02 January, 2025 03:07 IST | Panaji
ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જવાથી 13 લોકોના મોત, ઘણા ગુમ; બચાવ કામગીરી ચાલુ

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જવાથી 13 લોકોના મોત, ઘણા ગુમ; બચાવ કામગીરી ચાલુ

18 ડિસેમ્બરે મુંબઈના દરિયાકિનારે ગેટવે ઑફ ઈન્ડિયા પાસે એક ફેરી પલટી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરી હતી. નવીનતમ અપડેટ મુજબ, 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને 13 મૃત્યુ પામ્યા છે. બચાવ ટીમો લાઇફ જેકેટ પહેરેલા મુસાફરોને મદદ કરતી વીડિયોમાં જોવા મળી હતી, જ્યારે ફેરી નમતી રહી હતી ત્યારે તેમને અન્ય બોટમાં સ્થાનાંતરિત કરી રહી હતી. એક સ્પીડબોટ ફેરી સાથે અથડાયા બાદ આ ઘટના બની હતી. બાકીના મુસાફરોને બચાવવા માટે બચાવ કાર્ય ચાલુ છે. સત્તાવાળાઓ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. હોડી દુર્ઘટના.

19 December, 2024 01:56 IST | Mumbai
Exclusive: મળો આઇકૉનિક પારસી ડેરી ફાર્મ પરિવારની ત્રણેય પેઢીઓને એકસાથે

Exclusive: મળો આઇકૉનિક પારસી ડેરી ફાર્મ પરિવારની ત્રણેય પેઢીઓને એકસાથે

પારસી ડેરી ફાર્મની નવી પેઢીએ સફળતાના નવા શિખરો સર કર્યા છે. કારણકે પ્રિન્સેસ સ્ટ્રીટ પર તેમના નવા આઉટલેટને આવતીકાલે શરૂ કરવામાં આવશે. એક એવા ક્ષેત્રમાં તેઓ એન્ટ્રી કરી રહ્યા છે જ્યાં પરંપરા અને આધુનિકતાનો મેળ થાય છે કારણકે પ્રિન્સેસ સ્ટ્રીચ પર પારસી ડેરી ફાર્મના મેઇન સ્ટોરના ફેરફારની એક ખાસ ઝલક લાવી રહ્યા છે. પારસી ડેરી ફાર્મ પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે મળીને આ સફળતાના નવા શિખરો સર કરવા તત્પર છે. વીડિયોમાં જુઓ તેમના પરિવાર, સ્વાદ અને ભવિષ્યની રસપ્રદ વાતો વિશે વધુ...

27 August, 2023 11:34 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK