આજે ઘાટકોપરના કામા ગલી ઉપાશ્રયથી ત્રણ વાગ્યે પાલખીયાત્રા કાઢવામાં આવશે
ડૉ. પૂ. સોનલબાઈ મહાસતીજી
ગોંડલ સંપ્રદાયનાં પૂ. શ્રી ધીરગુરુદેવ તથા શાસનચંદ્રિકા પૂ. હીરાબાઈ મહાસતીજી, પૂ. જ્યોતિબાઈ મહાસતીજીનાં સુશિષ્યા પૂ. ભારતીબાઈ મહાસતીજીનાં શિષ્યા ડૉ. પૂ. સોનલબાઈ મહાસતીજી ગઈ કાલે રાત્રે ૧૦ વાગ્યે ૫૪ વર્ષની ઉંમરે સંથારા સહિત સમાધિભાવે ઘાટકોપરમાં કાળધર્મ પામ્યાં હતાં. કૅન્સરની બીમારી હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. અંજારનિવાસી હાલ માટુંગાનાં ચંદ્રાબહેન ચંદ્રકાંત દોશીનાં પુત્રી સોનલબહેને ૧૯૯૩ની ૨૪ જાન્યુઆરીએ માટુંગામાં ૩૧ વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરી હતી. આજ બપોરે ત્રણ વાગ્યે કામા ગલી ઉપાશ્રયથી મહાસતીજીની પાલખીયાત્રા કાઢવામાં આવશે.


