આધુનિક યુગમાં ભારતીય બંધારણના બેઝિક સ્ટ્રક્ચર ડૉક્ટ્રિન’ વિષયક કૉન્ફરન્સનું સંબોધન કરશે
જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરિજી મહારાજા
ચર્ચગેટમાં આવેલી કે. સી. લૉ કૉલેજમાં ભગવાન મહાવીરના ૭૯મા વારસદાર જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરિજી મહારાજા ‘આધુનિક યુગમાં ભારતીય બંધારણના બેઝિક સ્ટ્રક્ચર ડૉક્ટ્રિન’ વિષયક કૉન્ફરન્સનું સંબોધન કરશે. જ્યોત અને કે. સી. લૉ કૉલેજ દ્વારા આયોજિત આ કૉન્ફરન્સમાં મુખ્ય અતિથિરૂપે એમ. એલ. પાલિયાની (ભૂતપૂર્વ લોકાયુક્ત, મહારાષ્ટ્ર અને ભૂતપૂર્વ ન્યાયાધીશ, બૉમ્બે હાઈ કોર્ટ) ઉપસ્થિત રહેશે. મહારાજા કાયદાના નિષ્ણાતો જ્યાં મૂંઝવણ અનુભવે છે એવી આ પેચીદી સમસ્યાઓ પર ભારતીય નીતિશાસ્ત્રો અને ધર્મશાસ્ત્રો કેવું વેધક માર્ગદર્શન આપે છે એની ઊંડી છણાવટ કરશે. આ જ શ્રેણીની વધુ પરિષદો ૧૧ માર્ચે ભારતીય વિદ્યાભવનમાં અને ૧૮-૧૯ માર્ચે સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટીમાં યોજાશે. એ ઉપરાંત આજે એક વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાનૂની અને રાજકીય વિવિધ સમસ્યાઓ બાબતે જૈનાચાર્યશ્રીએ આપેલા માર્ગદર્શનની આકર્ષક પ્રસ્તુતિ કરવામાં આવશે.
સ્થળ : ચીફ જસ્ટિસ એચ. કે. ચૈનાણી ઍસેમ્બલી હૉલ, કે. સી. લૉ કોલેજ, ચર્ચગેટ. સમય : સાંજે ૪.૩૦થી ૭.૩૦ વાગ્યા સુધી.

