થાણે સાથે વસઈ-વિરારમાં પણ ગેરકાયદે બિલ્ડિંગો પર તવાઈ આવી છે. કૉર્પોરેશને આવાં બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહી કરીને બિલ્ડિંગ તોડી પાડવાનું શરૂ કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ગેરકાયદે બિલ્ડિંગ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. બૉમ્બે હાઈ કોર્ટના આદેશના પગલે ગઈ કાલે દિવામાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યાં હતાં. બે બિલ્ડિંગ બી. આર. નગરમાં, બે બિલ્ડિંગ સદ્ગુરુનગરમાં અને એક દિવા-શીળ રોડ પર આવેલું બિલ્ડિંગ અનધિકૃત રીતે ઊભું કરાયેલું હતું. થાણે સાથે વસઈ-વિરારમાં પણ ગેરકાયદે બિલ્ડિંગો પર તવાઈ આવી છે. કૉર્પોરેશને આવાં બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહી કરીને બિલ્ડિંગ તોડી પાડવાનું શરૂ કર્યું છે.
ધુમાડો બહાર કાઢો
ADVERTISEMENT


ડોંગરીના નૂરબાગ પાસે આવેલા જાફરભાઈઝ દિલ્હી દરબાર કેટરિંગ કિચન યુનિટમાં ગઈ કાલે આગ લાગી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિક લોકોએ પણ એમાં મદદ કરી હતી. એક વ્યક્તિએ પાછળની બાજુએથી વેન્ટિલેશન તોડીને ધુમાડો બહાર કાઢવાની જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
તસવીર : સૈયદ સમીર અબેદી


