તેને સુરિક્ષત રીતે ગર્ડરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
થાણેમાં ટ્રૅક પરથી પટકાઈને નીચે ગર્ડરમાં ફસાયેલી વ્યક્તિને બચાવી લેવાઈ
થાણે-વેસ્ટના સિડકો બસ-સ્ટૉપ પાસેના રેલવે બ્રિજના ગર્ડરમાં ગઈ કાલે સવારે કલવામાં રહેતો પ્રકાશ કાંબળે પટકાતાં ફસાઈ ગયો હતો અને તેને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનજમેન્ટ સેલ, ફાયર-બ્રિગેડ, રેલવે પોલીસ, થાણે સિટી પોલીસના ઑફિસરો ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.
પ્રકાશ કાંબળે એક નંબરના ટ્રૅક પરથી ચાલીને જઈ રહ્યો હતો એ વખતે ગાડી આવી જતાં બચવા માટે સાઇડ પર ઝડપથી ઊતરતાં તે નીચેના બ્રિજના ગર્ડરમાં પટકાયો હતો અને એમાં ફસાયો હતો. એટલું જ નહીં, તેને માથામાં અને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. એ પછી તેને સુરિક્ષત રીતે ગર્ડરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


