ઈશાએ કહ્યું કે, “અનંત મારા જીવનમાં હંમેશા એક બાળક જેવો રહ્યો છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું. હું રાધિકાને મારી માતાના દૃષ્ટિકોણથી જોઉં છું. મારી માતા, શ્લોકા અને રાધિકા મારા સૌથી નજીકના વિશ્વાસુ અને મારા પ્રથમ મિત્રો છે.”
ઇશા અંબાણી
અંબાણી પરિવાર દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. પછી તે તેમના વ્યવસાયિક સાહસો વિશે હોય કે તેમની અપાર સંપત્તિ વિશે, અંબાણી પરિવાર (Isha Ambani) હંમેશા સમાચારમાં રહે છે. હાલમાં અંબાણી પરિવાર તેમના નાના અને પ્રિય પુત્ર અનંત અંબાણીના લગ્નને લઈને ચર્ચામાં છે. અનંત ટૂંક સમયમાં રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. દરમિયાન, લગ્ન પહેલાં તેની બહેન ઈશા (Isha Ambani)એ તેની ભાવિ ભાભી સાથેના તેના સંબંધો વિશે જાહેરમાં ચર્ચા કરી હતી. આ સિવાય તેમણે તેમની મોટી ભાભી શ્લોકા સાથેના તેના બૉન્ડનો પણ ખુલાસો કર્યો હતો.




