આગામી એક્સ્પોની ૨૧મી આવૃત્તિ એ આટલાં વર્ષોના આયોજન અને સખત મહેનતની પરાકાષ્ઠા દર્શાવે છે. ૨૦૨૪ અમારી ૨૧મી આવૃત્તિ હોવાને કારણે અમે એને ભવ્ય અને સફળ બનાવવા માટે જરૂરી સખત મહેનત કરીશું.’
થાણે
થાણે : સેફ્ટી અને સિક્યૉરિટી તેમ જ મલ્ટિપલ પ્રોજેક્ટ અને હોમ ફાઇનૅન્સ ઑપ્શન સાથે ઘર ઇચ્છતા લોકો માટે રિયલ એસ્ટેટ ડેવલપર્સ બૉડી ‘ક્રેડાઈ એમસીએચઆઇ થાણે’ દ્વારા ‘હોમ ઉત્સવ: પ્રૉપર્ટી ૨૦૨૪ - થાણે’નું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૩થી અત્યાર સુધી પૉઝિટિવ માર્કેટ સેન્ટિમેન્ટ સાથે આ પ્રોગ્રામ અંતર્ગત મોટી સંખ્યામાં મુલાકાતીઓની અપેક્ષા છે. બદલામાં આ એક્સ્પો પછીના અઠવાડિયામાં વેચાણમાં મોટા પ્રમાણમાં વધારો કરશે. ‘હોમ ઉત્સવ : પ્રૉપર્ટી ૨૦૨૪ - થાણે’ સમગ્ર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં ઘર શોધનારાઓ માટે તમામ જરૂરિયાતોને અનુરૂપ, તમામ બજેટમાં ફિટ થઈ શકે એવાં ઘરો ઑફર કરે છે.



