અમદાવાદ ફર્યા બાદ તે ઘરે પાછી ફરી રહી હતી એ સમયે સુરતથી બોરીવલી વચ્ચે જ્યારે તે સૂતી હતી ત્યારે ચોરી થઈ હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદથી ટ્રેનમાં મુંબઈ આવતી વિલે પાર્લેની બાવીસ વર્ષની અરુણા ચુડાસમાનું પર્સ ચોરાતાં ૭૦ હજાર રૂપિયાની રોકડ સહિત કેટલાક કીમતી દસ્તાવેજોની પણ ચોરી થઈ હોવાની ફરિયાદ બોરીવલી સ્ટેશન પર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને ગઈ કાલે કરવામાં આવી હતી. અરુણા તેની બહેનપણી સાથે ઉજ્જૈન ફરવા ગઈ હતી. ત્યાંથી અમદાવાદ ફર્યા બાદ તે ઘરે પાછી ફરી રહી હતી એ સમયે સુરતથી બોરીવલી વચ્ચે જ્યારે તે સૂતી હતી ત્યારે ચોરી થઈ હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
બોરીવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિલે પાર્લેમાં રહેતી અરુણા તેની બહેનપણી ઉર્વશી બારિયા સાથે છઠ્ઠી જુલાઈએ ઉજ્જૈન દર્શનાર્થે ગઈ હતી. ત્યાં દર્શન કર્યા બાદ તે અમદાવાદ ફરવા ગઈ હતી. અંતમાં ૮ જુલાઈએ અમદાવાદ રેલવે-સ્ટેશનથી બન્નેએ ચંડીગઢ-બાંદરા સુપરફાસ્ટ ટ્રેનમાં મુંબઈ આવવા માટે સફર શરૂ કરી હતી. દરમ્યાન સુરત સ્ટેશન બાદ બન્ન સૂઈ ગઈ હતી જેનો ફાયદો ઉપાડી તસ્કરોએ અરુણાનું પર્સ ચોરી લીધું હતું જેની જાણ તેમને બોરીવલી સ્ટેશન આવતાં થઈ હતી. એ પર્સમાંથી ૭૦ હજાર રૂપિયાની રોકડ અને કીમતી દસ્તાવેજો ચોરી થયા હોવાની ફરિયાદ અમે નોંધી છે. આ ઘટના સુરત નજીક બની હોવાની જાણ થતાં ફરિયાદ અમે સુરત GRPને ટ્રાન્સફર કરી દીધી છે.’

