આમ વન-ડે બૅટર્સના રૅન્કિંગ્સમાં ટૉપ ફાઇવમાં ત્રણ ભારતીય ખેલાડીઓ છે અને ટૉપ ૧૫ ખેલાડીઓમાં શ્રેયસ અય્યર (૮મા) અને કે. એલ, રાહુલ (૧૫મા)નો સમાવેશ છે.
રોહિત શર્મા
IPL 2025 બાદ કોઈ ઇન્ટરનૅશનલ મૅચમાં રમ્યો ન હોવા છતાં ગઈ કાલે જાહેર થયેલા રૅન્કિંગ્સમાં રોહિત શર્મા વન-ડેમાં ત્રીજા નંબરથી બીજા નંબરે પહોંચી ગયો છે. રોહિત શર્માની ચડતીનું કારણ તેનો કોઈ પર્ફોર્મન્સ નહીં, પણ બાબર આઝમનું કંગાળ ફૉર્મ કારણભૂત છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં નબળા પર્ફોર્મન્સને લીધે બાબર આઝમ બીજા નંબરથી ઊતરીને ત્રીજા નંબરે ધકેલાઈ ગયો છે. પ્રથમ સ્થાને શુભમન ગિલ છે. ગિલના ૭૮૪ અને રોહિતના ૭૫૬ પૉઇન્ટ છે. વિરાટ કોહલી ૭૩૬ પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે. આમ વન-ડે બૅટર્સના રૅન્કિંગ્સમાં ટૉપ ફાઇવમાં ત્રણ ભારતીય ખેલાડીઓ છે અને ટૉપ ૧૫ ખેલાડીઓમાં શ્રેયસ અય્યર (૮મા) અને કે. એલ, રાહુલ (૧૫મા)નો સમાવેશ છે.
અહેવાલ પ્રમાણે રોહિત અને વિરાટ કદાચ ઑસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝ બાદ વન-ડેમાંથી સંન્યાસ લઈ લેશે. બન્નેએ T20 અને ટેસ્ટ ક્રિકેટ પહેલાં જ છોડી દીધું છે.


