Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલા ગુજરાતી યુવતીના અશ્લીલ ફોટો વાઇરલ થયા અને...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલા ગુજરાતી યુવતીના અશ્લીલ ફોટો વાઇરલ થયા અને...

07 May, 2024 08:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવતીના ફોટો મૉર્ફ કરીને બનાવેલા અશ્લીલ ફોટો અપલોડ કરીને વાઇરલ કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા રોડમાં રહેતી ૨૪ વર્ષની એક ગુજરાતી યુવતીની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને અશ્લીલ તસવીરો બનાવવામાં આવી હતી. ત્યાર બાદ આ ફોટોનો ઉપયોગ કરીને તેની પાસે શારીરિક સુખની માગ થઈ રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે યુવતીએ આ બાબતે નયાનગર પોલીસને ફરિયાદ કરતાં ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મીરા રોડમાં રહેતી ફરિયાદી યુવતી મુંબઈમાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. આરોપીઓ ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વૉટ્સઍપ દ્વારા સતત યુવતીના અપડેટ પર નજર રાખી રહ્યા હતા. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ ઍપ પર યુવતીના નામનું ફેક ID બનાવીને તેનું અકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. યુવતીના ફોટો મૉર્ફ કરીને બનાવેલા અશ્લીલ ફોટો અપલોડ કરીને વાઇરલ કરવામાં આવ્યા હતા. યુવતીને આ વિશે જાણ થતાં તે ગભરાઈ ગઈ અને શું કરવું એ તેને સમજાયું નહીં. ત્યાર બાદ અજાણ્યા નંબરો પરથી તેને ફોન આવવા લાગ્યા અને તેની પાસેથી શારીરિક સુખની માગણી કરવામાં આવતી હતી. ‍

આ કેસમાં પોલીસે યુવતીની અશ્લીલ તસવીરો બનાવનારી, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર એને વાઇરલ કરનારી અને વૉટ્સઍપ પર સેક્સ્યુઅલ પ્લેઝરની માગણી કરનારી ત્રણ અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) અબ્દુલ હક દેસાઈએ ‘મિડ-ડે’ને માહિતી આપી હતી કે અમે આ મામલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ કંપની સાથે પત્રવ્યવહાર કર્યો છે અને ફેક અકાઉન્ટ બંધ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK