Ganesh Visarjan 2025: લાલબાગચા રાજા, તેજુકાયા, ગણેશ ગલી અને અન્ય ઘણા મંડળોની મૂર્તિઓની વિસર્જન યાત્રાઓ શરુ થઈ છે; મુંબઈના માર્ગો પર ઉતરી આવ્યા ગણેશ ભક્તો
તસવીરઃ શાદાબ ખાન
આજે અનંત ચર્તુદશી (Anant Chaturdashi 2025)ના અવસરે મુંબઈ ભક્તિમય બન્યું છે. હજારો ભક્તો ગણેશ મૂર્તિ વિસર્જન માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. લાલબાગ (Lalbaug)થી ગિરગાંવ ચોપાટી (Girgaon Chowpatty) સુધી, ભવ્ય મૂર્તિઓ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા, ઢોલ-તાશા, રંગો અને વરસતાના વરસાદ વચ્ચે તેમની અંતિમ યાત્રા (Ganesh Visarjan 2025) પર નીકળી હતી. જ્યારે મુંબઈ પોલીસ (Mumbai Police)એ સરળ ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે AI-આધારિત સિસ્ટમો તૈનાત કરી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ૧૦ દિવસના ગણેશઉત્સવ (Ganeshotsav 2025)ના છેલ્લા દિવસે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિ વિસર્જન માટે શનિવારે મુંબઈની શેરીઓમાં ભારે વરસાદ છતાં ભક્તોની ભીડ જામી હતી. ભગવાન ગણેશની સુંદર રીતે શણગારેલી મૂર્તિઓએ વિસર્જન માટે અંતિમ યાત્રા શરૂ કરી હતી, ત્યારે રસ્તાઓ શ્રદ્ધાળૂઓથી ભરાઈ ગયા હતા, જેમાં મંત્રોચ્ચાર, સંગીત અને ઉત્સવની ઉજવણીનો માહોલ હતો.
ADVERTISEMENT
View this post on Instagram
સવારથી જ શહેરના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હોવા છતાં, શોભાયાત્રાઓ જ્યાંથી પસાર થવાની ધારણા છે તે રસ્તાઓ પર રંગબેરંગી `રંગોળીઓ` દોરવામાં આવી હતી. મધ્ય મુંબઈના લાલબાગ (Lalbaug)માં, જે તેના પ્રતિષ્ઠિત ગણપતિ મંડળો માટે પ્રખ્યાત છે, ત્યાં શોભાયાત્રાઓ તેજુકાયા (Tejukaya), ગણેશ ગલી (Ganesh Gully) અને અન્ય ઘણા મંડળોની મૂર્તિઓના વિસર્જન યાત્રાઓ સાથે શરૂ થઈ હતી.
‘ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના જોરદાર નારા વચ્ચે પંડાલોમાંથી ગણપતિ બાપ્પાની ભવ્ય મૂર્તિઓ નીકળીને વિસર્જનના માર્ગે આગળ વધી હતી.
View this post on Instagram
૧૦ દિવસના ગણેશોત્સવ દરમિયાન ભારે ભીડને આકર્ષિત કરતી પ્રખ્યાત લાલબાગચા રાજા (Lalbaugcha Raja)ની વિસર્જન યાત્રાએ ગિરગાંવ ચોપાટી (Girgaon Chowpatty) તરફ પ્રયાણ શરુ કર્યું છે.
લાલબાગ અને અન્ય મુખ્ય શોભાયાત્રાના માર્ગો પર હજારો લોકો પ્રિય દેવતાને વિદાય આપવા માટે ભેગા થયા હતા.
લાલબાગના શ્રોફ બિલ્ડિંગ ખાતે ભીડ એકઠી થઈ હતી, જ્યાં ગણપતિની મૂર્તિઓ પર પરંપરાગત "પુષ્પવૃષ્ટિ" (ફૂલોનો વરસાદ) કરવામાં આવે છે. ઘણા લોકો રસ્તાની બંને બાજુ પહેલેથી જ લાઇનમાં ઉભા હતા, પૂજનીય મૂર્તિઓની એક ઝલક જોવા અને દર્શન કરવા માટે ધીરજપૂર્વક રાહ જોતા હતા.
View this post on Instagram
લોકો ગિરગાંવ ચોપાટી તરફ જતા મુખ્ય રસ્તા પર પણ લાઇનમાં ઉભા હતા, જ્યાં ચોપાટી, ગિરગાંવ, મઝગાંવ (Mazgaon), ભાયખલા (Byculla), દાદર (Dadar), માટુંગા (Matunga), સાયન (Sion), ચેમ્બુર (Chembur) અને અન્ય વિસ્તારોની મોટાભાગની અગ્રણી મૂર્તિઓ તેમની વિસર્જન શોભાયાત્રા દરમિયાન પસાર થશે.
દરમિયાન, ગણેશ ઉત્સવના દસમા અને અંતિમ દિવસે અનંત ચતુર્દશી પર મૂર્તિ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુંબઈમાં ૨૧૦૦૦થી વધુ પોલીસ (Mumbai Police) કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પહેલી વાર, પોલીસ રૂટ મેનેજમેન્ટ અને ટ્રાફિક સંબંધિત અન્ય અપડેટ્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરી રહી છે.


