Anant Ambani seeks Lalbaugcha Raja’s blessings: અનંત અંબાણીએ ભારે સિક્યોરીટી વચ્ચે કર્યા લાલબાગચા રાજાના દર્શન; સાથે હતો મિત્ર શિખર પહારીયા
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ્સ
કહેવામાં આવે છે કે, ગણેશોત્સવ (Ganeshotsav 2025) દરમિયાન મુંબઈ (Mumbai)માં લાલબાગચા રાજા (Lalbaugcha Raja)ના દર્શન ન કર્યા તો ગણેશોત્સવની ઉજવણી અધુરી ગણાય છે. ત્યારે અંબાણી પરિવારના લાડકા પુત્ર અનંત અંબાણી (Anant Ambani)એ લાલબાગચા રાજાના આર્શિવાદ લીધા છે. સાતમે દિવસે મધરાતે અનંત અંબાણી કડક સુરક્ષા વચ્ચે લાલબાગના દર્શન કરવા પહોંચ્યા હતા.
મંગળવારે મધરાતે એટલે કે ગણેશોત્સવ ૨૦૨૫ના સાતમા દિવસે અનંત અંબાણી લાલબાગચા રાજા (Anant Ambani seeks Lalbaugcha Raja’s blessings)ના દર્શને પહોંચ્યા હતા. અનંત ભારે સુરક્ષા બંદોબસ્ત હેઠળ નજીકના મિત્ર અને બોલિવૂડ (Bollywood) અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ના પ્રેમી શિખર પહારિયા (Shikhar Pahariya) સાથે પંડાલમાં પ્રવેશ્યા હતા.
ADVERTISEMENT
લાલબાગચા રાજાની સત્તાવાર યુટ્યુબ (YouTube) ચેનલ દ્વારા શેર કરાયેલા વિઝ્યુઅલ્સમાં તેમને સિક્યોરીટિ ગાર્ડ્સથી ઘેરાયેલા અને ભક્તોની મોટી ભીડ વચ્ચે સલામતી સુનિશ્ચિત કરતા ફૂટેજ જોવા મળે છે.
અહીં જુઓ વીડિયોઃ
View this post on Instagram
લાલબાગચા રાજાના દર્શન કરતી વખતે અનંત અંબાણીની આંખોમાં શ્રદ્ધા જોવા મળી હતી.
નેવી-બ્લુ શેરવાની સેટમાં સજ્જ, અનંત અંબાણીએ ભગવાન ગણેશ સમક્ષ પ્રણામ કર્યા, બાપ્પાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ માંગ્યા તે જોઈ શકાય છે. જ્યારે શિખરે વાઇટ શર્ટ અને વાદળી જીન્સમાં સાદા-સિમ્પલ લૂકમાં બાપ્પાના આર્શિવાદ લીધા હતા.
આ વર્ષે લાલબાગચા રાજાના મંડપનું સૌથી મોટું આકર્ષણ તેની તિરુપતિ બાલાજી (Tirupati Balaji) પ્રેરિત થીમ છે. સુંદર કલાત્મકતા સાથે ડિઝાઇન કરાયેલ, આ રચના તિરુમાલા મંદિર (Tirumala temple)ના આધ્યાત્મિક આભાને પ્રતિકૃત કરે છે અને લાલબાગચા રાજાની ભવ્યતા સાથે એકીકૃત રીતે ભળી જાય છે. મુલાકાતીઓએ વિગતો અને ભક્તિમય વાતાવરણની પ્રશંસા કરી છે, જે તેને ગણેશોત્સવ દરમિયાન મુલાકાત લેવાનું આકર્ષણ બનાવે છે.
નોંધનીય છે કે, આ વર્ષે લાલબાગચા રાજાનો ઉત્સવ ૨૭ ઓગસ્ટથી શરૂ થયો હતો અને ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. લાલબાગચા રાજાના દર્શન કરવા દરરોજ સરેરાશ ૧.૫ મિલિયન ભક્તો આવે છે. ગણેશોત્સવ ૨૦૨૫ના પહેલા દિવસે, લાલબાગચા રાજાને સ્ટેજ પેટી ૨૫.૫૦ લાખ રુપિયાનું અને રંગ પેટી ૨૦.૫૦ લાખ રુપિયાનું દાન એમ કુલ ૪૬ લાખ રૂપિયાનું પ્રભાવશાળી રોકડ દાન મળ્યું. ગણેશોત્સવ બાદ જ્યારે દાનની રકમની ગણતરી કરવામાં આવશે ત્યારે આ આંકડો કરોડોને પાર કરી જશે.
તમને જણાવી દઈએ કે, લાલબાગચા રાજા ફક્ત ગણેશ મૂર્તિ જ નથી - તે મુંબઈની જીવંત પરંપરા છે. સ્થાનિક માછીમારો અને વિક્રેતા સમુદાય દ્વારા સૌપ્રથમ ૧૯૩૪માં સ્થાપિત કરાયેલ, તે શહેરના સૌથી પ્રખ્યાત ગણેશ મંડળોમાંનું એક છે. લોકો તેમને પ્રેમથી ‘નવસાચા ગણપતિ’ કહે છે, જેનો અર્થ થાય છે ઇચ્છાઓ પૂર્ણ કરનાર ગણપતિ. દાયકાઓથી, સમગ્ર ભારતમાંથી ભક્તો અહીં સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરવા આવે છે, તેઓ માને છે કે તેમની નિષ્ઠાવાન પ્રાર્થના હંમેશા સાંભળવામાં આવશે.


