Ganesh Chaturthi 2023 : ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગણેશ ભક્તો માટે કોંકણ જવા `નમો એક્સપ્રેસ`ની છ વિશેષ ટ્રેનો શરૂ કરી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)નો અવસર તો મુંબઈના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તેટલું જ નહીં હજારો ગણેશ લોકો આ તહેવારની ઉજવણી કરવા કોંકણ જતા હોય છે. લોકો ગણેશ ચતુર્થીનો તહેવાર દસ દિવસ સુધી અતિ શ્રદ્ધા સાથે ઉજવે છે. હાલના દિવસોમાં તો કેટલીકવાર ટ્રેનની ટિકિટ બુક કરવી પણ મુશ્કેલ બની જાય છે. એટલી મોટી સંખ્યામાં લોકો કોંકણ જતા હોય છે.
હવે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023) અને લોકોની ભીડને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગણેશ ભક્તો માટે `નમો એક્સપ્રેસ`ની છ વિશેષ ટ્રેનો શરૂ કરી છે. જેથી ભક્તોને કોંકણ જવામાં કોઈ તકલીફ ન થાય.
ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રના લોકો માટે સૌથી વિશેષ તહેવારોમાંનો એક છે જે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. જેમાં લોકો કોંકણ જાય છે અને તેથી જ દેવેન્દ્ર ફડણવીસે દ્વારા કોંકણ જતી `નમો એક્સપ્રેસ`ની છ ટ્રેનમાંથી પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. મળતી માહિતી અનુસાર દેવેન્દ્ર ફડણવિસે આ ટ્રેનને દાદર સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને શુભારંભ કર્યો હતો.
ફ્લેગ ઓફ કરાયેલી ટ્રેન `નમો એક્સપ્રેસ` રત્નાગીરી, મેંગલોર અને કારવાર તેમજ કોંકણના વિવિધ સ્ટેશનો પર ઉભી રહેશે. એવું માનવામાં આવે છે કે આ ટ્રેન 1000થી વધુ મુસાફરોને એક સાથે લઈ જઈ શકે છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના દાદર સ્ટેશનથી કોંકણ માટે `નમો એક્સપ્રેસ` નામની ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)ની વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્ર ભાજપે આગામી ગણેશોત્સવ માટે કોંકણ પ્રદેશમાં જતા ભક્તો માટે છ વિશેષ ટ્રેનો અને 338 બસોની વ્યવસ્થા કરી છે..."
ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આજે ગણેશોત્સવ માટે કોંકણ જવા અનેક ગણેશ ભક્તો રવાના થયા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાદર રેલવે સ્ટેશનથી નમો એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. મુંબઈ ભાજપ તરફથી ખાસ નમો અને મોદી એક્સપ્રેસની વ્યવસ્થા કરવામાં આવી છે. બે નમો એક્સપ્રેસમાં કુલ 3600 મુસાફરો કોંકણ જવા રવાના થયા હતા.
કોંકણ માટે કુલ છ ટ્રેનો છોડવામાં આવી રહી છે. કોંકણના રહેવાસીઓ માટે આ યાત્રા સંપૂર્ણપણે મફત હશે અને પ્રવાસ દરમિયાન એક સમયનું ભોજન પણ આપવામાં આવશે. આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી ત્યારે આ પ્રસંગે મુંબઈ ભાજપના પ્રમુખ એમ.એલ.એ. આશિષ શેલાર, કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢા, વિધાનસભ્ય મિહિર કોટેચા, મહામંત્રી સંજય ઉપાધ્યાય, મુંબઈ ભાજપ સેક્રેટરી પ્રતિક કાર્પે વગેરે હાજર રહ્યા હતા. ગણેશોત્સવ (Ganesh Chaturthi 2023) માટે મુંબઈથી મોટી સંખ્યામાં ભક્તો કોંકણ જાય છે. હવે આ નમો અને મોદી એક્સપ્રેસની સુવિધાને કારણે અનેક ભક્તોને રાહત થશે.