Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં ૨૪ કલાકમાં પાંચ ફ્લેમિંગોનાં મૃત્યુ, સાત ઘાયલ; પક્ષીપ્રેમીઓ થયા પરેશાન

નવી મુંબઈમાં ૨૪ કલાકમાં પાંચ ફ્લેમિંગોનાં મૃત્યુ, સાત ઘાયલ; પક્ષીપ્રેમીઓ થયા પરેશાન

26 April, 2024 05:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Flamingos Death: નવી મુંબઈમાં ડીપીએસ તળાવની આસપાસ ઘાયલ અવસ્થામાં મળી આવ્યાં હતા સાત ફ્લેમિંગો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા અઠવાડિયે જ નવી મુંબઈ (Navi Mumbai) માં એક ફ્લેમિંગો (Flamingos) નું મૃત્યુ થયું હતું. ત્યાં આજે સમાચાર આવ્યા છે કે, નવી મુંબઈના સીવૂડ્સ (Seawoods) માં પાંચ ફ્લેમિંગોનાં મૃત્યુ (Flamingos Death) થયાં છે અને સાત ફ્લેમિંગો ઘાયલ થયાં છે. આ દુર્ઘટનાથી પક્ષીપ્રેમીઓ હચમચી ગયા છે. એટલું જ નહીં આ બાબતને ગંભીરતાથી લેવાની તેમને મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) ને અપીલ પણ કરી  છે.

ગઈકાલે એટલે કે ગુરુવારે ૨૫ એપ્રિલના રોજ નવી મુંબઈના સીવૂડ્સની આસપાસના વેટલેન્ડ્સમાં એક આઘાતજનક ઘટના બની હતી. અહીં ૧૨ ફ્લેમિંગો ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમાંથી પાંચ ફ્લેમિંગોએ જીવ ગુમાવ્યો હતો અને બાકીના સાત હાલમાં તબીબી સારવાર હેઠળ છે. આ ઘટનાથી પક્ષી કાર્યકરોમાં ચિંતા પ્રસરી ગઈ છે. તેઓ હવે ઉંડી તપાસની માંગ કરી રહ્યાં છે.



ઈજાગ્રસ્ત ફ્લેમિંગોને પહેલીવાર નવી મુંબઈમાં ડીપીએસ તળાવ (DPS Lake) ની આસપાસ મોર્નિંગ વોકર્સની નજરમાં આવ્યા હતા. તેમની કોઈ હિલચાલ નહોતી. તેઓએ તરત જ થાણે (Thane) સ્થિત બિન-સરકારી સંસ્થા - એનજીઓ (Non-governmental organization – NGO) વાઇલ્ડલાઇફ વેલફેર એસોસિએશન (Wildlife Welfare Association) ને જાણ કરી હતી. NGO તરત જ મદદ માટે આગળ આવી. આનાથી એક અઠવાડિયામાં મૃત ફ્લેમિંગોની કુલ સંખ્યા આઠ થઈ ગઈ છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધીર માંજરેની આગેવાની હેઠળના વન વિભાગે સાત મૃતદેહોને પનવેલ (Panvel) ની મુંબઈ વેટરનરી કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે તેની કસ્ટડીમાં લીધા છે.


દરમિયાન, નેટ કનેક્ટ ફાઉન્ડેશન (NetConnect Foundation) એ મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ને પત્ર મોકલીને આ મામલે તપાસની માંગ કરી છે. તેમનો ધ્યેય નવી મુંબઈની જૈવવિવિધતાને જાળવી રાખવાનો છે, જેને ઘણીવાર "ફ્લેમિંગોનું શહેર" તરીકે ઓળખવામાં આવે છે. કાર્યકર્તાઓ આ રહસ્યમય ઇજાઓ અને મૃત્યુને લઈને અત્યંત ચિંતિત છે. આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં ફ્લેમિંગો રહસ્યમય સંજોગોમાં ઘાયલ થયા હોય.

એવી અટકળો ચાલી રહી છે કે, વેટલેન્ડ્સમાં પાણીના અભાવે ફ્લેમિંગો બહાર નીકળી રહ્યાં છે. સત્તાવાળાઓને થયેલા નુકસાન વિશે જાણ કરવામાં આવી છે, અને ભરતીનું પાણી ભીની જમીનમાં વહી જાય તેની ખાતરી કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર એક અઠવાડિયા પહેલા, પામ બીચ રોડ (Palm Beach Road) પર એક ફ્લેમિંગો એક ઝડપી કાર સાથે અથડાયો હતો, પરિણામે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને દિલ્હી પબ્લિક સ્કૂલ (Delhi Public School) તળાવમાં પાણીના નીચા સ્તર સાથે પણ જોડાયેલી હતી, જે દર વર્ષે આ પક્ષીઓને આકર્ષે છે.


એવું માનવામાં આવે છે કે, ઊંચી ઇમારતોમાંથી નીકળતો તીવ્ર પ્રકાશ પક્ષીઓને શહેરી વિસ્તારોમાં આકર્ષે છે.

ફેબ્રુઆરીમાં, નેરુલ જેટી (Nerul Jetty) પાસે એક મોટા સાઈનબોર્ડ સાથે અથડાઈને ત્રણ ફ્લેમિંગો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ મહારાષ્ટ્રના શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (City and Industrial Development Corporation of Maharashtra) દ્વારા સાઇનબોર્ડ્સ દૂર કરવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK