Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Lok Sabha Election 2024: ચૂંટણી જીતી જશે તો ફિલ્મી દુનિયાને છોડી દેશે કંગના? અભિનેત્રીએ કર્યો ખુલાસો

Lok Sabha Election 2024: ચૂંટણી જીતી જશે તો ફિલ્મી દુનિયાને છોડી દેશે કંગના? અભિનેત્રીએ કર્યો ખુલાસો

06 May, 2024 01:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Election 2024: કંગના રનૌતે એ વાતનો ઈશારો કરી નાખ્યો હતો કે જો તે ચૂંટણી જીતે છે તો તે ધીરે-ધીરે બૉલીવુડના જગતને છોડી શકે છે.

કંગના રનૌતની ફાઇલ તસવીર

કંગના રનૌતની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. તેણે પોતાની ભવિષ્યની બૉલીવુડ સફરના એંધાણ આપી દીધા છે
  2. તે કહે છે આપણે પરિવારવાદને ફિલ્મો અને રાજકારણ પૂરતો સીમિત રાખ્યો છે
  3. અભિનેત્રી કોઈ એક જ બાબત પર ધ્યાન આપવા માંગે છે

સમગ્ર દેશભરમાં અત્યારે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)નો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ત્યારે બોલિવૂડની પણ અનેક હસ્તીઓએ આમાં ઝંપલાવ્યું છે. કંગના રનૌત પણ આ વખતે લોકસભા ચૂંટણી માટે બીજેપી તરફથી ઊભી રહી છે. તે હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ચૂંટણી લડવા જઇ રહી છે. 

આમ તો સૌ ઉમેદવાર પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કંગના પણ જોરશોરથી પ્રચારના કામમાં જોતરાઈ ગઈ છે. આજતક સાથેની એક ખાસ વાતચીતમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કારણકે તેણે પોતાની ભવિષ્યની બૉલીવુડ સફરના એંધાણ આપી દીધા છે.



શું બૉલીવુડને અલવિદા કરી દેશે કંગના? જાણો શું છે આ પાછળની હકીકત


કંગના રનૌતે પોતાના ભવિષ્યના પ્લાન વિષે જાણે ફોડ પાડ્યો હતો. તેણે એ વાતનો ઈશારો કરી નાખ્યો હતો કે જો તે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) જીતે છે તો તે ધીરે-ધીરે બૉલીવુડના જગતને છોડી શકે છે. 

શું આપ્યું આ પાછળનું કારણ?


જોકે, કંગના રનૌત આવું શા માટે વિચારી રહી છે એવો સવાલ સૌને થાય એ સાહજિક છે તો તમને જનવાઈ દઈએ કે કંગનાના મતે તે માત્ર એક જ કામ પર ફોકસથી કામ કરવા માગે છે. કારણકે અત્યારે તે રાજનીતિ (Lok Sabha Election 2024)માં ચકચૂર છે તો જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે કઈ રીતે બૉલીવુડ અને રાજનીતિને મેનેજ કરશો? ત્યારે તેના જવાબના ભાગરૂપે તેણે કહ્યું હતું કે તે ફિલ્મોમાં અભિનય પણ કરે જ છે અને રોલ પણ કરે છે. સાથે જ દિગ્દર્શન પણ કરે છે. પણ એવી શક્યતા જણાઈ રહી છે કે રાજકારણમાં મને લોકો આવી જ રીતે સાથ આપતા રહેશે તો તે રાજનીતિ જ કરશે. આદર્શ રીતે તે માત્ર એક જ બાબત કરવાની ઈચ્છા ધરાવે છે.

કંગના રનૌતે પરિવારવાદ મુદ્દે પણ અ વાત કરી 

તમને જણાવી દઈએ કે કંગના રનૌતે પરિવારવાદના મુદ્દે પણ પોતાના અભિપ્રાય સૌની સામે મૂક્યા હતા. તે કહે છે કે અ સ્વાભાવિક છે. વળી તે એમ પણ કહે છે કે  “મને લાગે છે કે ક્યાંક આપણે પરિવારવાદને ફિલ્મો અને રાજકારણ પૂરતો સીમિત રાખ્યો છે. નેપોટિઝમ એ દરેકની સમસ્યા છે અને હોવી જોઈએ. વિશ્વની અંદર આનો કોઈ અંત જ નથી. તમારે સ્નેહમાંથી બહાર આવવું પડશે. જ્યાં સુધી આપણે આપણી જાતને વિસ્તારીએ છીએ, તે કુટુંબ છે. આજે તેઓ મને મંડીની દીકરી કહે છે. આ મારો પરિવાર છે. સ્નેહમાં નિર્બળ ન હોવું જોઈએ.”

અમિતાભ બચ્ચન સાથે પોતાને સરખાવી કંગનાએ, વિડીયો વાયરલ 

કંગના રનૌત અત્યારે સતત જાહેર સભા (Lok Sabha Election 2024)ઓને સંબોધી રહી છે. ત્યારે આ વચ્ચે અભિનેત્રીનો ભાષણ આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કંગના રનૌત કહી રહી છે કે, “આખો દેશ આશ્ચર્યમાં છે કે કંગના રનૌત, હું રાજસ્થાન જાઉં, પશ્ચિમ બંગાળ જાઉં, દિલ્હી જાઉં, કે મણિપુર જાઉં.. ક્યાં ક્યાં જાઉં! એવું લાગે છે. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ઇન્ડસ્ટ્રીના આટલો પ્રેમ અને આદર અમિતાભ બચ્ચનજી પછી કોઈને મળે છે તો તે મને મળે છે.”

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK