Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Eknath Shinde Delhi Visit: એકનાથ શિંદેના પૌત્રને નરેન્દ્ર મોદી પાસેથી લેવું છે ફાઈટર પ્લેન!

Eknath Shinde Delhi Visit: એકનાથ શિંદેના પૌત્રને નરેન્દ્ર મોદી પાસેથી લેવું છે ફાઈટર પ્લેન!

Published : 07 August, 2025 11:43 AM | Modified : 08 August, 2025 06:58 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Eknath Shinde Delhi Visit: વડા પ્રધાને પૂછ્યું કે કેમ રુદ્રાંશ દેખાતો નથી? ત્યારે એકનાથ શિંદેજીએ મોદીને કહ્યું કે રુદ્રાંશ ઘરે રમી રહ્યો છે

નરેન્દ્ર મોદી સાથે શિંદે પરિવાર

નરેન્દ્ર મોદી સાથે શિંદે પરિવાર


ગઈકાલે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે દિલ્હી પહોંચ્યા (Eknath Shinde Delhi Visit) હતા. સપરિવાર તેઓએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શિંદે પરિવાર સાથે તેમનો પાંચ વર્ષનો પૌત્ર રુદ્રાંશ સાથે આવ્યો નહોતો. જયારે તેના ન આવવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે શિંદેએ કૈંક એવો જવાબ આપ્યો હતો તે ચર્ચાનો વિષય બની ગયો છે.

મોદી બાબા પાસેથી ફાઈટર પ્લેન અને રમકડા લઇ આવજો 



એકનાથ શિંદે (Eknath Shinde Delhi Visit) સાથે તેમનાં પત્ની લતા શિંદે, પુત્ર શ્રીકાંત શિંદે અને પુત્રવધૂ વૃશાલી શિંદે પણ હાજર રહ્યાં હતાં. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિંદે પરિવારને મળવા આવ્યા ત્યારે તેમણે જોયું કે એકનાથ શિંદેનો પૌત્ર આવ્યો નથી ત્યારે વડા પ્રધાને પૂછ્યું કે કેમ રુદ્રાંશ દેખાતો નથી? ત્યારે એકનાથ શિંદેજીએ મોદીને કહ્યું કે રુદ્રાંશ ઘરે રમી રહ્યો છે. તેણે કહ્યું છે કે દાદા, તમે મોદી બાબા પાસેથી ફાઈટર પ્લેન અને રમકડાં લેતા આવજો. આ સાંભળતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસવું રોકી શક્યા નહોતા.


એકનાથ શિંદે (Eknath Shinde Delhi Visit)ની જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પૂરી થઇ પછી તેઓ પત્રકારો સાથે સંવાદ માટે જોડાયા હતા તે દરમિયાન પણ તેમણે પૌત્રની માગ વિષે વાત કરી હતી અને કહ્યું હતું કે મારા પૌત્રની માગ આમ તો યોગ્ય જ છે. આ સાથે જ તેઓએ મહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્રની બીએમસીની ચૂંટણીઓ તરફ ધ્યાન દોર્યું હતું. અને એમ પણ કહ્યું હતું કે લડાઈ માટે પણ ફાઈટર પ્લેનનો પણ ઉપયોગ કરી શકાય છે. તેમના આ રમૂજી નિવેદનથી એટલું તો સ્પષ્ટ થઇ જ ગયું છે કે તેઓ આગામી ચૂંટણીને પણ લડાઈ તરીકે જોઈ રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન એકનાથ શિંદેએ પીએમ મોદીને ભગવાન શંકરની ફોટોફ્રેમ પણ ભેટમાં આપી હતી. અને કહ્યું કે આ ભેટ `ઓપરેશન મહાદેવ`ની સફળતાનું પ્રતીક છે. જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીને મારવા માટે `ઓપરેશન મહાદેવ` શરૂ કરવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde Delhi Visit)ની આ બીજી દિલ્હીની મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. અહેવાલો કહી રહ્યાં છે કે એકનાથ શિંદેએ અમિત શાહને રાજ્યમાં મહાયુતિની સમસ્યાઓ વિષે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે લગભગ 25 મિનિટ સુધી બેઠક ચાલી હતી. એકનાથ શિંદેએ શિવસેનાના શિંદે જૂથના સાંસદો સાથે અમિત શાહ સાથે પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2025 06:58 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK