રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા સુપ્રિયા સુળેએ મંગળવારે મહારાષ્ટ્ર સરકાર પર મસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં બે મહિના પછી પણ ફરાર આરોપીને પકડવામાં નિષ્ફળ જવા અંગે ટીકા કરી હતી. દેશમુખના પરિવારને મળ્યા બાદ બીડ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, સુળેએ કહ્યું કે તેમણે આ મામલો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ ઉઠાવ્યો છે, જેમણે તેમને ખાતરી આપી હતી કે તેઓ હત્યા કેસની તપાસ કરશે. (તસવીરો મિડ-ડે)
19 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent