Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Bombay High Court: ‘બૉડી મસાજર’ એડલ્ટ સેકસ ટૉય નથી, તેની આયાત પર રોક ન લગાવી શકાય

Bombay High Court: ‘બૉડી મસાજર’ એડલ્ટ સેકસ ટૉય નથી, તેની આયાત પર રોક ન લગાવી શકાય

22 March, 2024 11:13 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bombay High Court: કસ્ટમ કમિશનરે બૉડી મસાજ કરનારાઓના કન્સાઇનમેન્ટને રોકી દીધા હતા. કારણકે બૉડી મસાજ કરનારાઓનો ઉપયોગ સેક્સ ટૉય તરીકે થતો હતો

બૉડી મસાજરની પ્રતીકાત્મક તસવીર

બૉડી મસાજરની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. કોર્ટે જણાવ્યું હતું કે બૉડી મસાજ કરનારાઓને પુખ્ત વયના સેક્સ ટૉય તરીકે વર્ગીકૃત ન કરાય
  2. કમિશનરે મુંબઈમાં બૉડી મસાજ કરનારનું એક કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું
  3. હાઈકોર્ટ મુજબ આ સ્પષ્ટપણે કમિશનરની કલ્પના જ ગણી શકાય

કસ્ટમ અધિકારીઓએ બૉડી મસાજ કરનારાઓના કન્સાઈનમેન્ટને અટકાવ્યા બાદ આ મામલો બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) સુધી પહોંચી ગયો હતો. જ્યારે આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે બોમ્બે હાઇકોર્ટે સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા જપ્ત કરાયેલ બૉડી મસાજર્સના કન્સાઈનમેન્ટને મુક્ત કરવા કસ્ટમ્સ કમિશનરને આદેશ આપવાનું કહ્યું હતું. 

કસ્ટમ વિભાગે બૉડી મસાજ કરનારના કંસાઇમેન્ટને રોકી દીધા હતા, કારણકે 



તમને જણાવી દઈએ કે કસ્ટમ કમિશનરે બૉડી મસાજ કરનારાઓના કન્સાઇનમેન્ટને રોકી દીધા હતા. આવું કરવા પાચળ તેમની એવી માનસિકતા હતી કે બૉડી મસાજ કરનારાઓનો ઉપયોગ સેક્સ ટૉય તરીકે થતો હતો.


શું તેઓને સેકસ ટૉય તરીકે વર્ગીકૃત કરી શકાય?

બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) તરફથી તાજેતરમાં જ આ બાબતે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે બૉડી મસાજ કરનારાઓને પુખ્ત વયના સેક્સ ટૉય તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બૉડી મસાજ કરનારાઓને આયાત માટે પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં સામેલ કરી શકાય નહીં.


શું બૉડી મસાજ કરનારાવન સેકસ ટૉય તરીકે વાપરવામાં આવે છે? કોર્ટે આપ્યો આ નિર્ણય 

કોર્ટે (Bombay High Court) પોતાનું નિવેદન આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પુખ્ત વયના સેક્સ ટૉય તરીકે ઉપયોગ કરી શકાય તેવા બૉડી મસાજરને કસ્ટમ્સ કમિશનરની કલ્પના જ માવવામાં આવશે. હાઈકોર્ટના નિર્ણય પહેલા કસ્ટમ કમિશનરે મુંબઈમાં બૉડી મસાજ કરનારનું એક કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. તેઓએ એવો દાવો કરીને આ વસ્તુઓ જપ્ત કરી હતી કે બૉડી મસાજ કરનારનો ઉપયોગ પુખ્ત વયના સેક્સ ટૉય તરીકે કરવામાં આવી શકે છે. કમિશ્નર દ્વારા કાર્યવાહીના આધાર બાબતે સમજાવતા જણાવ્યું હતું કે સરકારે આવી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

આ મામલે શું કહ્યું છે બોમ્બે હાઇકોર્ટે?

હાઈકોર્ટે (Bombay High Court) પોતાની વાત મૂકતાં જનવ્યું હતું કે પંચ દ્વારા નોંધવામાં આવેલા તારણો વિચિત્ર છે. માટે જ હાઈકોર્ટ મુજબ આ સ્પષ્ટપણે કમિશનરની કલ્પના જ ગણી શકાય અથવા તો તેઓની આ અંગત ધારણા હોઇ શકે. એમ કહેતા કોર્ટે કમિશનરની યાચિકાને રદબાતલ કરી દીધી હતી. જેની અંદર કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક અને સેવા કર અપીલીય ન્યાયાધીરણ દ્વારા ૨૦૨૩ના મે મહિનામાં આપવામાં આવેલા આદેશને ફટકાર લગાવ્યો હતો.

બૉડી મસાજરને પ્રતિબંધિત યાદીમાં ન ઉમેરી શકાય

એક્સાઈઝ ડ્યુટી કમિશનરે 2022ના એપ્રિલ મહિનામાં બૉડી મસાજ કરનારા કંસાઇમેન્ટને સાફ કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે આ પુખ્ત વયના સેક્સ ટૉય છે અને તેથી જાન્યુઆરી 1964માં જારી કરવામાં આવેલ કસ્ટમ સૂચના મુજબ તેઓને આયાત માટે પ્રતિબંદીત કરી દેવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2024 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK