Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર ચૂંટણીમાં 6 વાગ્યા પછી ભારે મતદાનની ઘટના, બૉમ્બે HCએ ECને પાઠવી નોટિસ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં 6 વાગ્યા પછી ભારે મતદાનની ઘટના, બૉમ્બે HCએ ECને પાઠવી નોટિસ

Published : 03 February, 2025 07:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉમ્બે હાઈકૉર્ટે સોમવારે ચૂંટણી પંચ અને મહારાષ્ટ્રના મુખ્ય નિર્વાચન અધિકારીને નોટિસ જાહેર કરી છે. આ સંબંધે વંચિત બહુજન આઘાડીના નેતા અને વકીલ પ્રકાશ આંબેડકરે અરજી દાખલ કરી હતી.

બૉમ્બે હાઇ કૉર્ટ (ફાઈલ તસવીર)

બૉમ્બે હાઇ કૉર્ટ (ફાઈલ તસવીર)


બૉમ્બે હાઈકૉર્ટે સોમવારે ચૂંટણી પંચ અને મહારાષ્ટ્રના મુખ્ય નિર્વાચન અધિકારીને નોટિસ જાહેર કરી છે. આ સંબંધે વંચિત બહુજન આઘાડીના નેતા અને વકીલ પ્રકાશ આંબેડકરે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં આંબેડકરે આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મતદાન પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ થઈ છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાને ગેરકાયદેસર જાહેર કરવાની માગ કરવામાં આવી છે.


અરજી પ્રમાણે, 20 નવેમ્બર 2024ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય અને ચૂંટણી પંચ દ્વારા દરેક મતદાન કેન્દ્ર પર આપવામાં આવેલા ટોકનોની સંખ્યાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ખાસ કરીને 6 વાગ્યા પછી પણ ભારે મતદાન થયું, પણ મતની કુલ સંખ્યાની પારદર્શિતા નહોતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીની અંતિમ મિનિટોમાં અને ચૂંટણીનો સમય પૂરો થઈ ગયા પછી કરવામાં આવેલા મતદાને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.



19 સીટમાં કરવામાં આવેલા મતદાનથી જાહેર મતથી વધારે હતા!
વિક્રોલી, મુંબઈના રહેવાસી ચેતન આહિરે દ્વારા દાખલ આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 76 લાખથી વધારે મત છેલ્લા સમયે નાખવામાં આવ્યા, પણ આના પ્રમાણની કોઈ પુષ્ટિ કરવામાં આવી નહોતી. આ સિવાય, એ પણ કહેવામાં આવ્યું કે લગભગ 288 નિર્વાચન ક્ષેત્રોમાં 19 સીટોમાં નાખવામાં આવેલા મત જાહેર મતથી વધારે હતા, જ્યારે 76 સીટ પર આ સંખ્યા ઓછી નોંધવામાં આવી.


ચૂંટણી પંચે પૂછવા પર માહિતી આપી ન હતી!
અરજીમાં સાંજે 6:00 વાગ્યા પછી દરેક મતદાન મથક પર વિતરણ કરાયેલા ટોકનની સંખ્યા તેમજ વિવિધ મતવિસ્તારોમાં કુલ કેટલા ટોકન આપવામાં આવ્યા છે તે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આંબેડકરે કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતી ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવી નથી, જે આરપી એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ દબાણને કારણે, અરજી દ્વારા EVM અને VVPAT ની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા સુનિશ્ચિત કરી શકાય. હવે આ મામલે સુનાવણી બે અઠવાડિયા પછી થશે.


નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત 3 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવી હતી અને મહારાષ્ટ્ર ચૂંટણી 2024નું આયોજન 20 મે 2024ના રોજ તેમજ મત ગણતરીની તારીખ 23 મે 2024ના રોજ નક્કી કરવામાં આવી હતી. આ મત ગણતરીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના ગઠબંધનથી બનેલી મહાયુતિએ બહુમતી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તેમજ નાયાબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા, ત્યાર બાદ શિવસેના પાર્ટીના અધ્યક્ષ એકનાથ શિંદે તેમજ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજિત પવારે નાયાબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2025 07:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK