ખટારા વાહનો દૂર કરવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું : ૨૬ ટોઇંગ વૅન કામે લગાવશે, સૌથી વધુ વાહનો સાયન, વડાલા, દાદર, દહિસર, બોરીવલી મલાડ, અંધેરી, મુલુંડ અને કાંજુરમાર્ગમાં હોવાનું જાણવા મળ્યું છે.
રસ્તામાં લાંબા સમયથી પાર્ક કરેલી કાર પર ધૂળ ચડી ગઈ છે.
મુંબઈમાં વિવિધ સ્થળોએ જાહેર રસ્તામાં ૨૦,૦૦૦થી વધુ વાહનો લાંબા સમયથી પડી રહ્યાં હોવાથી ટ્રૅફિકની સમસ્યાની સાથે લોકોને ચાલવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું ધ્યાનમાં આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ વાહનોને હટાવવાનો નિર્ણય લીધો છે.




