કુલ ૩૧૩૩ દુકાનો પાસેથી BMCએ ૧.૯૮ કરોડ રૂપિયા દંડપેટે વસૂલ કર્યા છે તેમ જ જે દુકાનદારોએ નિયમોનો ભંગ કર્યો છે તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા હિન્દી-મરાઠી મુદ્દે દુકાનદારોને ફટકારવામાં આવે છે તો બીજી બાજુ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા મરાઠીમાં બોર્ડ ન હોય એવી દુકાનોને દંડ ફટકારવામાં આવે છે. કુલ ૩૧૩૩ દુકાનો પાસેથી BMCએ ૧.૯૮ કરોડ રૂપિયા દંડપેટે વસૂલ કર્યા છે તેમ જ જે દુકાનદારોએ નિયમોનો ભંગ કર્યો છે તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ તમામ દુકાનો અને સંસ્થાઓ પર મરાઠી દેવનાગરી લિપિમાં ઘાટા અક્ષરે લખાયેલું બોર્ડ લગાવવું જરૂરી છે. મુંબઈમાં ૯ લાખથી વધુ દુકાનો અને સંસ્થાઓ છે. BMC રોજ ૨૦૦૦થી ૩૦૦૦ દુકાનોની તપાસ કરે છે. અત્યાર સુધીમાં કુલ ૧,૨૭,૫૮૪ દુકાનો તપાસવામાં આવી છે. એમાંથી કુલ ૨૭૮૯ દુકાનો પર કેસ કરવામાં આવ્યો છે. ૨૩૦૫ કેસ કન્ફર્મ થયા છે જેની દંડની રકમ કોર્ટ નક્કી કરશે, જ્યારે ૩૧૩૩ દુકાનો પાસેથી ૧,૯૮,૧૭,૪૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે.


