Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે મેટ્રોના ફીડર રૂટ્સ માટે ૧૫૦૦ નવી AC મિડી બસો ખરીદવાની BESTની તૈયારી

હવે મેટ્રોના ફીડર રૂટ્સ માટે ૧૫૦૦ નવી AC મિડી બસો ખરીદવાની BESTની તૈયારી

Published : 18 June, 2026 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ વર્ષના વેટ લીઝ મૉડલ હેઠળ લાવવામાં આવશે આ નવી બસો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ટૂંક સમયમાં જ નવો વેગ મળશે. કેન્દ્ર સરકાર તરફથી મળનારા નવા ફન્ડિંગના સહારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ દ્વારા ૧૫૦૦ નવી ઍર-કન્ડિશન્ડ (AC) મિડી બસો ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈમાં મેટ્રો નેટવર્ક વિસ્તરી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આ મિડી બસો મુખ્યત્વે મેટ્રો સ્ટેશનો માટે ફીડર સર્વિસ તરીકે દોડાવવામાં આવશે. યુનિયન મિનિસ્ટ્રી ઑફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ બસો માટે સબસિડી પૂરી પાડવામાં આવશે. શહેરમાં વધુ બસોની તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે જે વર્ષ ૨૦૨૭ સુધીમાં પોતાના કાફલાને ૭૦૦૦ બસો સુધી વિસ્તારવાના BESTના રોડમૅપનો જ એક ભાગ છે. આ પ્રસ્તાવિત બસોને ૧૨ વર્ષના વેટ લીઝ મૉડલ હેઠળ કાફલામાં સામેલ કરવામાં આવશે. 



BESTની ૪૫૦૦ AC ઇલેક્ટ્રિક બસોના અત્યારના કૉન્ટ્રૅક્ટ ઉપરાંત આ નવી ખરીદી કરવામાં આવી રહી છે. કૉન્ટ્રૅક્ટમાંથી ૭૭૪ બસો અત્યાર સુધીમાં સેવામાં સામેલ થઈ ચૂકી છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં અંદાજે અન્ય ૩૭૦૦ બસો ઉમેરાય એવી અપેક્ષા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK